જેતપુરમાંથી છોડાવાયેલા બાળ મજુરો પર કુકર્મ થયાની શંકા

જેતપુર તા.13
સાડીના કારખાનામાંથી છોડાવાયેલા બાળ મજુરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાની આશંકા વ્યકત કરાઇ છે આ બાળ મજુરોનો મેડીકલ ચેકઅપ કરવા તથા તપાસ કરવા સદભાવના કામદાર સાડી ઉદ્યોગ સંઘની પોલીસને રજુઆત તા.10/7 ના રોજ નવાગઢમાં એક ઘડી ઇસ્ત્રીના કારખાનામાં કામ કરતાબીહારના દસેક જેટલા બાળમજુરોને પોલીસે છોડાવ્યા હતા. તેમાં એક નવો વળાંક આવેલ છે. જેતપુરમાં સાડી કામદારોના હિતમાં કામ કરતા સદભાવના કામદાર સાડી ઉદ્યોગ સંઘને આ બાળ મજુરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાની શંકા જતા આ સંઘના પ્રમુખે રાજકોટ જીલ્લા પોલીસ વડાને પત્ર લખી તપાસ કરવા જાણ કરી છે અને આ તમામ બાળ મજુરોનું મેડીકલ ચેકઅપ કરવા તથા આ કારખાનામાં રાખવામાં આવેલ સીસીટીવી કુટેજ પણ ચેક કરવા રજુઆત કરી છે.