સોમનાથ કાજલીનો માર્ગ બિસ્માર

  • સોમનાથ કાજલીનો માર્ગ બિસ્માર

પ્રભાસપાટણ તા.13
સોમનાથ બાયપાસથી કાજલી ગામ સુધીનો હાઇવે રોડ અતિ બિસ્માર બનેલ છે. રોડ ઉપર મોટા ખાડાઓ પડી ગયેલ છે. આ દોઢ થી બે કીલોમીટરનાં રસ્તામાં મોટા ખાડાઓને કારણે વાહન ચાલકે ત્રાહિમામ પોકારી જાય છે.
સૌથી વધુ ખરાબ રસ્તો હિરણનાં પુલ ઉપરનો છે. આ પુલ સાકડો હોવાથી બે મોટો વાહનો સામ-સામે આવે ત્યારે થોડી પણ જગ્યા રહેતી નથી અને માંડ વાહનો પસાર થાય છે. અને તેમાં મોટા ખાડાઓ અને આ ખાડાઓમાં પાણી ભરાયેલ જેથી વાહનો આ ખાડામાં અથયાય છે. જેનાં કારણે આ પુલને અને અન્ય કોઇ વિકલ્પ નથી આવો ખુબ જ મહત્વનો પુલ હોવા છતા જવાબદાર લોકોની ભયંકર ગુનાહિત બેરકારીને કારણે રીપેરીંગ કરવામાં આવતું.
આ ખરાબ રસ્તાને કારણે બાઇક ચાલકોને ખુબ જ મુશ્કેલી પડે છે. અને રસ્તામાં ખાડાઓમાં પાણી ભરાયેલ હોવાથી અંદાજ આવતો નથી. અને બાઇકો સ્લીપ થવાનાં વારંમવાર બનાવો બને છે. જેથી આ રસ્તો તાત્કાલીક રીપેરીંગ કરવા માંગણી ઉઠેલ છે.