પ્રા.શાળાઓમાંRO પ્લાન્ટ માટે રૂા.50000 ની છૂટ

ગાંધીનગર તા,13
ગાંધીનગર રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી) યોજના અંતર્ગત હાથ ધરવામાં આવનાર કામોની માર્ગદર્શિકામાં સુધારાવધારા કરવામાં આવ્યા છે. હાલમાં જે શાળાઓમાં કેન્દ્ર સરકારની જલમતી યોજના હેઠળ આર.ઓ. પ્લાન્ટની યોજના માટે રૂા.50,000 અથવા આર.ઓ.પ્લાન્ટની અંદાજિત કીમત,એમ બેમાંથી જે રકમ ઓછી હોય તેની મર્યાદામાં આર.ઓ. પ્લાન્ટના કામો હાથ ધરી શકાશે.આ ઉપરાંત જાહેર કૂવાની પ્રોટેક્શન વોલ અને જરૂર હોય ત્યાં પ્રોટેક્શન નેટના કામો રૂા.50,000/-ની મર્યાદામાં, સ્મશાન ગૃહના કામો અને તેની કમ્પાઉન્ડ વોલ (ફેન્સીંગ સિવાય), ગામના જાહેર રસ્તાઓ પર એલ.ઇ.ડી. લાઇટના કામો, સરકારી પ્રાથમિક શાળામાં સવારની પ્રાર્થના, સમૂહ કવાયત જેવી પ્રવૃતિઓના સ્થળે સાદો શેડ તેમજ ગામમાં ગ્રામ પંચાયત, જાહેર રસ્તા અને જાહેર સ્થળોએ પેવર બ્લોકના કામો હાથ ધરી શકાશે.જાણવા જેવું:
સરકાર દ્વારા ગ્રામ્ય આંતરિક રસ્તાઓ, ગટર વ્યવસ્થા, ઘન કચરાનો નિકાલ, પીવાના પાણીની વ્યવસ્થા જેવા પ્રશ્નો હલ કરવા તથા તાલુકાની તમામ યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવતા કામોનું કોમન ક્ધવર્ઝન્સ હાથ ધરી, કામોનું ડુપ્લિકેશન / ઓવરલેપિંગ નિવારી ખશતતશક્ષલ કશક્ષસ જાણી શકાય તે હેતુથી વર્ષ 2011-12 થી આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તે માટે અલગ ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવે છે.