બામિયામાં તાલીબાનીઓએ નુકસાન કરેલી બુધ્ધની પ્રતિમા પુન:સ્થાપિત

  • બામિયામાં તાલીબાનીઓએ નુકસાન કરેલી બુધ્ધની પ્રતિમા પુન:સ્થાપિત

પેશાવર તા,13
વાયવ્ય પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સ્વાત ખાતે પ્રતિબંધિત તહરીકે તાલિબાન પાકિસ્તાન દ્વારા અંદાજે 11 વર્ષ પહેલાં તોડી પડાયેલી સાતમી સદીની બુદ્ધની પ્રતિમાને ઇટલીના પુરાતત્ત્વશાસ્ત્રી લુકા મારિયા ઓલિવિયરીના માર્ગદર્શન હેઠળ તેના મૂળ સ્વરૂપમાં ફરી પ્રસ્થાપિત કરાઇ છે.
બુધ્ધ ધ્યાનમાં બેઠા હોય એવી પથ્થર પર કોતરાયેલી આ પ્રતિમાને 2007ના સપ્ટેમ્બરમાં તાલિબાનના ઉગ્રતાવાદીઓએ વિસ્ફોટ કરીને ઉડાડી દેતા તેનો અડધો ચહેરો તૂટી ગયો હતો.
તાલિબાને બુદ્ધની પ્રતિમાને ચહેરા અને ખભામાં કાણા પાડ્યા હતા તેમ જ વિસ્ફોટકો ગોઠવીને ધડાકો કર્યો હતો.
ઇટલીની સરકારે સ્વાતમાં છ મીટર ઊંચી બુદ્ધની પ્રતિમાને પ્રસ્થાપિત કરવા માટે પાંચ વર્ષ દરમિયાન પચીસ લાખ યુરો (29 લાખ ડોલર) આપ્યા હતા.
સત્તાવાળાઓ બુદ્ધની આ પ્રતિમાના દર્શનાર્થે ચીન અને થાઇલેન્ડથી ફરી અનેક શ્રદ્ધાળુ આવે એવી આશા રાખે છે.
ઇટલીની સરકાર વાયવ્ય પાકિસ્તાનમાં નુકસાન પામેલી પુરાતત્ત્વની અનેક ચીજોને પ્રસ્થાપિત કરવામાં સહાય કરી રહી છે.
તાલિબાનના નેતા મુલ્લા ફઝલુલ્લાહના નેતૃત્વ હેઠળના દળોએ સ્વાત પર અંકુશ લઇ લીધો હતો. તેઓએ અહીં નૃત્યુ, મિજબાની, સંગીતની દુકાનો પર પ્રતિબંધ મૂક્યો હતો અને 400થી વધુ શાળા તોડી નાખી હતી.
પાકિસ્તાનના લશ્કરે 2009માં આ આદિવાસી વિસ્તારમાં લશ્કરી કાર્યવાહી કરીને ઉગ્રતાવાદીઓને મારી હટાવ્યા હતા.,
તાલિબાનનો નેતા મુલ્લા ફઝલુલ્લાહ ગયા મહિને અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યો ગયો હોવાનું કહેવાય છે.