અમેરિકાને પડકાર આપવા રશિયાનું પાગલપન : 12 કી.મી. ઉંડો ખાડો ખોદયો!

  • અમેરિકાને પડકાર આપવા રશિયાનું પાગલપન : 12 કી.મી. ઉંડો ખાડો ખોદયો!
  • અમેરિકાને પડકાર આપવા રશિયાનું પાગલપન : 12 કી.મી. ઉંડો ખાડો ખોદયો!

મોસ્કો તા,13
રશિયામાં એક એવી જગ્યા છે જ્યાં દુનિયાનો સોથી મોટો ખાડો (બોરહોલ) છે. કોલા સુપરડીપ બોરહોલ નામના આ હોલને 1970માં રશિયાના વૈજ્ઞાનિકોએ ખોદવાનું શરૂ કર્યું હતું. અમેરિકાના વૈજ્ઞાનિકોને ચુનોતી આપવા માટે તેઓ વધારેમાં વધારે ઊંડો ખાડો ખોદવા માંગતાં હતાં. સતત 19 વર્ષના ખોદકામ બાદ વૈજ્ઞાનિકો 12.24 કિમી ઊંડાણ (40,230 ફૂટ) સુધી પહોંચી ચૂક્યા હતાં. આ એટલું ઊંડાણ છે, જેમાં 240 ફૂટના 167 કુતુબમિનાર સમાઇ જાય. આ ઊંડાણ સુધી જઇને વૈજ્ઞાનિકોએ ખોદકામ રોકવું પડ્યું હતું.
આ ખોદકામ માટે ઞફિહળફતવ નામનું ભીમકાય ડ્રિલિંગ મશીન બનાવવામાં આવ્યું હતું, જે કોઇપણ પરિસ્થિતિમાં ડ્રિલ કરવામાં સક્ષમ હતું. મલ્ટી લેયર ડ્રિસિંગ સિસ્ટમવાળા આ મશીનનો ટાર્ગેટ ડેપ્થ 15000 મીટર (49000 ફૂટ) હતું. વર્ષોન આકરી મહેનત કર્યા પછી રશિયાના વૈજ્ઞાનિકો 262 મીટર (40,230 ફૂટ)ના ઊંડાણે પહોંચ્યા હતાં. અહીં સુધી પહોંચતાં જ મશીને કામ કરવાનું બંધ કરી દીધું હતું. તે સમયે જમીનનું તાપમાન 180 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે માપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તાપમાન ઝડપથી વધવા પણ લાગ્યું હતું. જેને જોઇને તત્કાલ કામ રોકવામાં આવ્યું હતું. ત્યારે વૈજ્ઞાનિકોએ આ હોલનું નામ ઉજ્ઞજ્ઞિ જ્ઞિં ઇંયહહ (નરકનો દરવાજો) રાખી દીધું હતું. ત્યાર બાદ સોવિયત સંઘના વિઘટન બાદ તેનું ખોદકામ ફરી શરૂ કરવામાં આવ્યું નહીં.
જમીનમાં 12 કિલોમીટરનું ખોદકામ કરવું આશ્ચર્યચકિત કરનાર છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સપાટીથી લઇને ધરતીના કોર સુધી જેટલું ઊંડાણ છે તે તેનું 0.2 ટકા પણ નથી. વૈજ્ઞાનિકો પ્રમાણે ધરતીની તળેટી 6371 કિલોમીટર નીચ છે, જ્યાં પહોંચવાનું વિચારી પણ ના શકાય.