મધ્યપ્રદેશનો આ છે મેગ્નેટ મેન લોખંડી વસ્તુ તેને ચોંટી જાય છે!

  • મધ્યપ્રદેશનો આ છે મેગ્નેટ મેન લોખંડી વસ્તુ તેને ચોંટી જાય છે!

સાગર તા,13
વિદેશોમાં અનેક લોકો પોતાના શરીર પર જાતજાતની લોખંડની ચીજો ચીપકી જતી હોવાનો દાવો કરતા જોવા મળ્યા છે. જોકે આપણા દેશમાં પણ આવો જ એક મેગ્નેટમેન રહે છે. મધ્ય પ્રદેશના સાગર શહેરમાં રહેતા અરુણ રૈકવાર નામના 39 વર્ષના ભાઇનું શરીર ચુંબકીય ગુણ ધરાવે છે ખાસ કરીને છાતી, પીઠ અને પેટના ભાગમાં ચુંબકીય બળ વધુ પ્રબળ છે. થોડાંક વર્ષો પહેલા તેઓ ઘરનું કંઇક કામ કરી રહ્યા હતા અને એ વખતે એક મોટો ખીલો તેમની છાતી પર પડ્યો અને ત્યાંથી એ નીચે પડવાને બદલે ચોટેલો રહ્યો. એ વખતે પહેલી વાર તેમને પોતાના શરીરની ચુંબકીય ક્ષમતાની જાણ થઇ હતી. એ પછી તો અરુણે જાતે જ પોતાના બોડ પર પ્રયોગો શરુ કર્યા. તેને પણ અચરજ થયું તે છાતી પર ખીલા, ચમચી, સુડી જેવી કોઇપણ ચીજો લગાવે તો એ ચીપડી જાય છે. શરુઆતમાં તો તેેણે ડોક્ટરને બતાવ્યું કે તેના શરીરમાં કોઇ ખોટુ થઇ રહ્યું હોવાથી તો આવું નથી થતુંને? દરેક માણસના શરીરમાં ચોક્કસ ચુંબકીય ક્ષેત્ર હોય છે અને એ જ કારણોસર આપણે ચોક્કસ ઈમેજીંગ અને સ્કેનીંગ ટેસ્ટ કરાવી શકીએ છીએ. અરુણમાં આ ચુંબકીય ક્ષેત્ર જરા વધુ સ્ટ્રોન્ગ છે જેને કારતે તેના શરીરના સંપર્કમાં આવતી કોઇ પણ લોખંડની ચીજ એની સાથે ચીપકેલી રહે છે. અમુક દિવસોમાં શરીરની મેગ્નેટીક ક્ષમતા વધારે હોય છે તો કયારેક એ આપમેળે ઓછી થઇ જાય છે. તેની છાત અને પીઠ પર ચમચીઓ ચોંટાડવામાં આવે તો એક સરકી પડવાને બદલે એમ જ લાગેલી રહે છે. અરુણને પોતાનો આ ચુંબકીય પાવર બહુ ગમતો નથી પણ એનું કઇ થાય એમ પણ નથી.