એસઆરપી મેનની બંદૂક લૂંટવાના ગુનામાં સંડોવાયેલ શખ્સ સહીત બે ચોરાઉ બાઈક સાથે ઝડપાયા

  • એસઆરપી મેનની બંદૂક લૂંટવાના ગુનામાં સંડોવાયેલ શખ્સ સહીત બે ચોરાઉ બાઈક સાથે ઝડપાયા

રાજકોટ તા.13
રાજકોટમાં વાહનચોરીના વધતા જતા ગુનાઓના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં રહેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ એસઆરપી મેનની બંદૂક લૂંટી લેવાના ગુનામાં સંડોવાયેલ શખ્સ અને તેના સાગરીતને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો છે
રાજકોટ પોલીસ કમિશ્નર અનુપાનસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓની વાહનચોરીના ભેદ ઉકેલવાની સૂચનાથી ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલ પીએસઆઇ ડી પી ઉનડકટ, વિજયસિંહ ઝાલા, ભરતભાઈ વનાણી, યોગેન્દ્રસિંહ જાડેજા, હરેશગીરી ગોસાઈ, સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પુષ્પરાજસિંહ પરમાર, પ્રતાપસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલાની બાતમી આધારે લક્ષ્મીનગરના નાલા પાસેથી વિનાયકનગરના ધર્મ ઉર્ફે કાળિયો પરેશભાઈ કતીરા અને ઉદયનગરના રાહુલ ઉર્ફે રવિ કિશોરભાઈ સાપરાને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધા હતા આ બાઈક બે મહિના પૂર્વે કુવાડવા રોડ ઉપરથી ઉઠાંતરી કરી હોવાની કબૂલાત આપી હતી કાળિયો અગાઉ નામચીન સગીર સાથે આજી ડેમ ચોકડી પાસેથી એસઆરપી મેનની બંદૂક લૂંટી લેવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે