રાજકોટમાં ગાળો બોલવાની ના પાડતા નામીચા શખ્સનો કોળી યુવાન ઉપર છરીથી ખૂની હુમલો

  • રાજકોટમાં ગાળો બોલવાની ના પાડતા  નામીચા શખ્સનો કોળી યુવાન ઉપર છરીથી ખૂની હુમલો

રાજકોટ તા.13
રાજકોટ શહેરમાં રાત પડતાની સાથે જ ગુનેગારો નીકળી પડતા હોય છે ત્યારે ગંજીવાડામાં રહેતા અને ડ્રાંઈવિંગ કરતો કોળી યુવાન રાત્રે ઘર પાસે પાનની દુકાને દીકરા, મિત્ર અને કૌટુંબિક સગા પાસે બેઠો હતો ત્યાં રમઝાન ઉર્ફે ટકો આવીને ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા તેણે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી પ હવે તને પૂરો જ કરી નાખવો છે પ કહી છરીથી ગળા ઉપર ઘા જીકી ખૂની હુમલો કરી ભાગી જતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો થોરાળા પોલીસે હત્યાની કોશિષ અંગે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે રાજકોટના ગંજીવાળા શેરી નંબર 6માં રહેતા અને ડ્રાંઇવિંગ કરી પરિવારજનું ગુજરાન ચલાવતા પ્રવીણભાઈ નાથાભાઈ ચુડાસમા નામના કોળી યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રે તે તેનો દીકરો સાગર, મિત્ર સાગર રાઠોડ, ભત્રીજો રવિ સહિતનાઓ ઘર નજીક સંતોષી ચોકમાં આવેલ પાનની દુકાને બેઠો હતો ત્યારે આ જ વિસ્તારમાં રહેતો રમઝાન ઉર્ફે ટકો ત્યાં આવી ભૂંડાબોલી ગાળો બોલવા લાગતા પ્રવીણે તેને ગાળો બોલવાની ના પાડી હતી જેથી ટકો ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો તેમજ નેફામાંથી છરી કાઢી પ હવે તને પૂરો જ કરી નાખવો છે પ કહી છરીનો એક ઘા ગળા ઉપર જીકી દીધો હતો અને બીજો ઘા મારવા જતા હાથ વચ્ચે નાખી છરી પકડી લીધી હતી આ સમયે જ દીકરો, ભત્રીજો, મિત્ર સહિતનાઓ વચ્ચે પડતા ટકો ભાગી ગયો હતો ગળાના ભાગે અને હાથમાં ઇજા થઇ હોય સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો આ અંગે હત્યાની કોશિષ અંગે ફરિયાદ નોંધી હુમલાખોરને પકડવા થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ એન ગડુ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે