જગન્નાથજીની રથયાત્રામાં પ્રજાજનોને જોડાવા વિક્રમ બોરીચાનું આહ્વાન

  • જગન્નાથજીની રથયાત્રામાં પ્રજાજનોને જોડાવા વિક્રમ બોરીચાનું આહ્વાન

રાજકોટ,તા.13
આગામી ભગવાન જગન્નાથજી ની ભવ્યથી ભવ્ય રથયાત્રા રાજકોટ નગર યાત્રા એ 11-મી રથયાત્રામાં જયારે નીકળનાર છે. ત્યારે સમગ્ર રાજકોટ ના ભાવી ભક્તો નો ઉત્સાહ અનેરો છે. આ ભગવાન જગન્નાથની 11-મી રથયાત્રા જયારે રાજકોટ નગર માં પ્રસ્થાન થવાની છે. ત્યારે અખિલ ભારતીય યદુવંશી મહાસભા ના સમગ્ર અધિકારીયો કાર્યકર્તા પણ સમગ્ર યાત્રા ને ભવ્યાતિ ભવ્ય બનાવવા તનતોળ મહેનત કરી રહ્યા છે. સમગ્ર યાત્રા દરમ્યાન યુવાનો સાથે જોડાશે સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. તેવું અખિલ ભારતીય યદુવંશી મહાસભાના રાજકોટ શહેર ઉપપ્રમુખ વિક્રમભાઈ બોરીચા દ્વારા જણાવવા માં આવ્યું. આ વખત ની રાજકોટ ની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા અતિ ભવ્ય બને તે માટે છેલ્લા એક માસથી ભાવી ભક્તો પુરજોશમાં તૈયારીમાં લાગી ગયા છે. અખિલ ભારતીય યદુવંશી મહાસભા ગુજરાત અધ્યક્ષ હેમંતભાઈ લોખીલ, ધર્મેશ વાળા(વિદ્યાર્થી સમિતિ અધ્યક્ષ),પાર્થ જાદવ(આહીર),મનીષ ચાવડા ,નિર્મળભાઈ ડાંગર અને અશ્વિનભાઈ કામ્બલીયા તેમજ જગદીશભાઈ ડાંગર . તેમજ સમસ્ત અખિલ ભારતીય યદુવંશી મહાસભા ની ટીમ સ્વાગત કરશે.