ગાંધીગ્ર્રામ રામાપીર મંદિરે કાલે અષાઢી બીજ મહોત્સવ યોજાશે

  • ગાંધીગ્ર્રામ રામાપીર મંદિરે કાલે અષાઢી બીજ મહોત્સવ યોજાશે

રાજકોટ તા,13
રાજુભાઇ જેઠવાની આગેવાની હેઠળ જનક્ષત્રિય મોચી સમાજ એકતા દ્વારા અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રામાપીરના મંદિરના નવ નિર્માણ તથા સમાજની વાડીનું ભવ્ય કાર્ય કરાયું છે. ત્યારે અષાઢી બીજની ઉજવણીમાં સર્વે ભક્તજનોને તથા જ્ઞાતિજનોને પધારવા આમંત્રણ પાઠવાયું છે. કાલે ધ્વજ, પૂજન શોભાયાત્રા, મહાપ્રસાદ, ભવ્ય સંતવાણી તેમજ રાત્રે રામાપીરના પાઠનું આયોજન રામદેવપીર મંદિર રામાપીર ચોકડી 150 ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ ખાતે કરાયું છે તથા મોચી જ્ઞાતિ સમાજે અષાઢી બીજ મહોત્સવમાં ભાગ લેવા જનક્ષત્રિય મોચી સમાજ એકતાના પ્રમુખ કલ્પેશભાઇ ચાવડાએ અનુરોધ કર્યો છે.