વિરાણી હાઈસ્કૂલને શ્રેષ્ઠ શાળા એવોર્ડ

રાજકોટ,તા.13 વિવેકાનંદ યુથ કલબ દ્વાર 72 વર્ષ જુની ગ્રાન્ટેડ ટેકનીકલ શામજી વેલજી વિરાણી હાઈસ્કૂલને શાળામાં શિક્ષણનું સ્તર, લોક ભાગીદારી, પર્યાવરણ સહઅભ્યાસીક પ્રવૃતિઓ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને 2018ના વર્ષનો શ્રેષ્ઠ શાળા એવોર્ડ અર્પણ અષાઢી બીજના પવિત્ર દિવસે સવારે 9:30 વાગે ટાગોર રોડ પર આવેલ વિરાણી હાઈસ્કૂલના પ્રાર્થના હોલમાં યોજાશે. આ પ્રસંગે શાળામાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ તેમજ શાળાના ધો.9 થી 12માં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવેલા તેજસ્વી તારલાઓનો છાત્ર સત્કાર સમારંભ યોજાશે.
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કાર્યકારી કુલપતિ ડો.નિલાબંરીબેન દવે, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરાના સ્થાપક મુકેશભાઇ દોશી, મોઢ વણીક સમાજના અગ્રણી બીમલભાઇ કલ્યાણી,ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઇ ઠકકર, સેવાભાવી અગ્રણી હર્ષદભાઇ પંડીત, નિવૃત જીલ્લા શિક્ષણાધીકારી મનાફભાઇ નાગાણી, ગીતાંજલી કોલેજના ડાયરેકટર, શૈલેષભાઇ જાની, વિરાણી હાઇસ્કૂલના ટ્રસ્ટી જયંતભાઇ દેસાઈ, જાણીતા ઉદ્યોગપતિ હંસરાજભાઇ ભાલાળા, નિવૃત આચાર્યા સુરભીબેન જે. આચાર્ય ઉપસ્થિત રહેશે.
સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, હરેન્દ્રસિંહ ડોડીયા, દિનેશભાઇ ગોયાણી, હસુભાઇ શાહ, મીતલ ખેતાણી, ઉપેનભાઇ મોદી, રમેશ શીશાંગીયા, પંકજ રૂપારેલીયા, દિલીપ સુચક, નયનભાઇ, પરીમલભાઇ જોશી, અશ્ર્વીન ચૌહાણ વગેરે કાર્યરત છે.