170 લાભાર્થીઓને સ્થળ પર જ અમૃતમ કાર્ડ કાઢી અપાયા

  • 170 લાભાર્થીઓને સ્થળ પર જ અમૃતમ કાર્ડ કાઢી અપાયા

રાજકોટ તા,13
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે તા. 08/07/18 ના રોજ ગીરનાર સોની સમાજની વાડી, રાણીગાવાડી, કાન્તા સ્ત્રી વિકાસગૃહ રોડ, રાજકોટ. ખાતે મુખ્યમંત્રી અમૃતમ માં વાત્સલ્ય કેમ્પ યોજવામાં આવેલ. આ કેમ્પમાં વિવિધ વિસ્તારના એ170 પરિવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવેલ.
આ કેમ્પનું ઉદઘાટન ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય, રાજકોટનાં હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવામાં આવેલ. તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામાં બીનાબેન આચાર્ય મેયર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હાજર રહેલ. તેમજ આ કેમ્પમાં મેયર બીનાબેન આચાર્ય તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ માં કાર્ડ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.
આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે મોહનભાઈ કુંડારીયા સંસદસભ્ય, રાજકોટ, ધનસુખભાઈ ભંડેરી ચેરમેન, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ, કમલેશભાઈ મીરાણી પ્રમુખશ્રી, રાજકોટ શહેર ભા.જ.પ., અરવિંદભાઈ રૈયાણી ધારાસભ્ય, રાજકોટ, લાખાભાઈ સાગઠીયા ધારાસભ્ય, રાજકોટ ગ્રામ્ય, નીતિનભાઈ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી), અંજલીબેન રૂપાણી પ્રભારી, રાજકોટ શહેર ભા.જ.પ. મહિલા મોરચો, અશ્વિનભાઈ મોલીયા - ડે. મેયર, રાજકોટ મ્યુ. કો., માન. દલસુખભાઈ જાગાણી (નેતા શાસક પક્ષ, રાજકોટ મ્યુ. કો.), અજયભાઈ પરમાર (દંડક રાજકોટ મ્યુ. કો.), દેવાંગભાઈ માંકડ (મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ.), જીતુભાઈ કોઠારી (મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ.), કમલેશભાઈ રાઠોડ (મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ.) ખાસ હાજર રહેલ. આ કેમ્પમાં મુખ્ય મહેમાનો ચિમનભાઈ લાલજીભાઈ લોઠીયા મેનેજીંગ ટ્રસ્ટી, વજુભાઈ ટપુભાઈ લોઠીયા ટ્રસ્ટી, મહેશભાઈ વ્રજલાલ લોઠીયા પ્રમુખ, રજનીભાઈ ચુનીલાલ લોઠીયા ટ્રસ્ટી, નીતિનભાઈ રમણીકલાલ ઘુટલા મંત્રી, પ્રફુલભાઈ ગગનલાલ લોઠીયા ખજાનચી હાજર રહ્યા છે.