પતીત પાવન ભગવાન સેવા સમાજ દ્વારા સાધુ-સંતોનો ભંડારો

  • પતીત પાવન ભગવાન સેવા સમાજ દ્વારા સાધુ-સંતોનો ભંડારો

રાજકોટ તા,13
પવિત્ર તપોભૂમિ ગલ્તાજી-જયપુર (રાજસ્થાન) માં પતીત પાવન ભગવાનનો અષાઢ વદ-2 નાં દિવસે હર્ષોલ્લાસ સાથે ભંડારો (સાધુ-ભોજન) કરાવવામાં આવશે. પરમ પૂજ્યપાદ પરમહંસ સદ્દગુરૂદેવ શ્રી રણછોડદાસજ બાપુની આજ્ઞા તથા પ્રણાલિકા મુજબ થતાં આ ભંડારનું ઘણું જ મહત્વ છે. તા.29 ને રવીવારના રોજ કનક બિહારી મંદિર, ગલ્તા ગેઈટ, જયપુર (રાજસ્થાન) ખાતે થનાર/આ ભંડારમાં સેંકડો સાધુ-સંતો પધારશે, તેમજ મોટી સંખ્યામાં ગુરૂભાઈઓ-બહેનો પણ મહાપ્રસાદનો અલભ્ય લાભ લેશે. સમગ્ર આયોજન અંગે રાજકોટ સદગુરૂ સદન ટ્રસ્ટ (પૂ.શ્રી રણછોડદાસજીબાપુનો આશ્રમ) નો સહયોગ મળી રહયો છે. સમગ્ર આયોજનમાં દાતાઓનો સહયોગ મળ્યો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા પતીત પાવન ભગવાન સેવા સમિતી-રાજકોટના સુરેશભાઈ ગોળવાળા ગીરીશભાઈ વસાણી, કનુભાઈ રાચ્છ, વિનુભાઈ માણેક, હસુભાઈ ખેતાણી, રવજીભાઈ નાથાણી, વલ્લભભાઈ વસાણી, નિલેશભાઈ ચલાલાવાળા, રાજુભાઈ શુકલ, પ્રવિણભાઈ કકકડ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.