જીઈબી એસોસીએશનના પ્રમુખ તરીકે ગોરધન ઝડફિયાની નિમણૂક

  • જીઈબી એસોસીએશનના પ્રમુખ તરીકે ગોરધન ઝડફિયાની નિમણૂક

રાજકોટ,તા.13
ગાંધીનગરમાં જીઈબી એન્જીનીયર્સ એસોસીએશનની કોર કમીટીની મીટીંગ યોજાયેલ. જીબીઆના પૂર્વ પ્રમુખ કૌશિકભાઇ પટેલ, રાજય સરકારમાં કેબીનેટમંત્રી (મહેસુલ) બનતા તેમણે જીબીઆના પ્રમુખપદેથી રાજીનામું આપેલ. ત્યારબાદ કોર કમીટી મીટીંગમાં ચર્ચા વિચારણાના અંતે ગોરધનભાઇ ઝડફીયાને જીબીઆના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
જીઇબી એન્જીનીયર્સ એસોસીએશનએ એક સંપૂર્ણ ગુજરાત રાજયનું ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળનું જુનીયર ઈજનેરથી માંડીને ચીફ ઈજનેર/એક્ઝીક્યુટીવ ડાયરેકટર તથા પ્રોગ્રામર્સ, ડોકટર્સ વગેરે અધિકારીઓનું એક માત્ર 5500થી વધુ સભ્ય સંખ્યા ધરાવતું સંગઠન છે. ગુજરાત રાજયના ઉર્જા ેક્ષેત્રના પ્રચંડ વિકાસમાં જીબીઆનું યોગદાન મહત્વ પૂર્ણ રહેલું છે અને ભવિષ્યમાં પણ યોગદાન રહેશે. જીબીઆ મેમ્બરો આ તકે પૂર્વ પ્રમુખ કૌશિકભાઇ પટેલ અને નવા વરાયેલા પ્રમુખ ગોરધનભાઇ ઝડફીયાનો અંત:કરણ પૂર્વક આભાર વ્યક્ત કરે છે.
ગોરધનભાઇ ઝડફીયા એ બી.એસસી તથા માસ્ટર ઓફ પબ્લીક એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરેલ છે. તેઓ નિકોલ અમદાવાદમાં રહે છે તેઓ અમદાવાદ શહેર ભાજપમાં મહામંત્રી તરીકે, રખિયાલ અમદાવાદ શહેરમાં ધારાસભ્ય તરીકે 3 ટર્મ ચૂંટાયેલ, ગુજરાત રાજય ભાજપા મહામંત્રી તરીકે ફરજ બજાવેલ અને હાલમાં ગુજરાત રાજય ભાજપામાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી વહન કરે છે તેમને પોતાનો વ્યવસાય તથા ખેતીકામ છે. ગોરધનભાઇ ઝડફીયાની વરણીને ગુજરાતભરના જીબીઆ મેમ્બર્સ દ્વારા આવકારેલ છે. કોર મીટીંગમાં બી.એમ.શાહ, એચ.બી.પટેલ, એસ.એન.ખારોડ, એ.આર.પ્રજાપતિ, વી.કે. રાણા, આર.બી. સાવલીયા, એમ.જે. લાલકીયા, જી.એચ. એન્જીનીયર, જે.આર. શાહ, એસ.સી. બાવીસીયા, એન.જે. તન્ના વગેરે રહયા હતા.