પૂજય શ્રી વિજય પ્રદીપચંદ્રસુરીશ્ર્વરજી મ.સા. આદિ સાધુ સાધ્વીજીનો માંડવીમાં ચાતુર્માસ પ્રવેશોત્સવ

  • પૂજય શ્રી વિજય પ્રદીપચંદ્રસુરીશ્ર્વરજી મ.સા. આદિ સાધુ સાધ્વીજીનો માંડવીમાં ચાતુર્માસ પ્રવેશોત્સવ

રાજકોટ,તા.13
પ.5ૂ.યોગદિવાકર, સાધનામનિષી આ.ભ. શ્રીવિજયઆનંઘનસુરીશ્ર્વરજી મહારાજાના સુશિષ્યા પ.પૂ.સુરીમંત્રસમારાધક, તાત્ત્વિકવાચનાદાતા આ.ભ. શ્રીવિજય પ્રદીપચંદ્રસુરીશ્ર્વરજી મહારાજા પ.પૂ. મુનિરાજ શ્રીમહાહંસવિજયજી મ.સા. તથા પ.પૂ.તપાગચ્છસૂર્ય આ.ભ. શ્રી વિજય પ્રેમસુરીશ્ર્વરજી મહારાજાના વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીવિજય કલ્પજયસુરીશ્ર્વરજી મહારાજાના આજ્ઞાવર્તી પ.પૂ. સરળસ્વભાવી સા. શ્રી ઋજુપ્રજ્ઞાશ્રીજી મ.સા. પ.પૂ. મધુરભાષી સા. શ્રીજયપ્રજ્ઞાજી મ.સા., પ.પૂ.સા. શ્રીરત્નપ્રજ્ઞાજી મ.સા., પ.પૂ.સા. શ્રી રમ્યપ્રજ્ઞાશ્રીજી મ.સા. પ.પૂ.સા. શ્રીઋષિપ્રજ્ઞાશ્રીજી મ.સા., પ.પૂ.સા.શ્રી ચૈત્યપ્રજ્ઞાશ્રીજી મ.સા. પ.પૂ.સા. શ્રીઋદ્ધિપ્રજ્ઞાશ્રીજી મ.સા., પ.પૂ.સા.શ્રી અર્હમ્મપ્રજ્ઞાશ્રીજી મ.સા. આદિ ઠાણાનું ચાર્તુમાસ કચ્છના વાનખેડેસ્ટેડિયમ સમાન માંડવીનગરની ધન્યધરા પર નિર્ધારીત થયું છે. જેનો ચાર્તુમાસ પ્રવેશોત્સવનું આયોજન અષાઢ સુદ 6, તા.18 જુલાઇ 2018 બુધવારના રોજ કરવામાં આવેલ છે. સવારે 8 કલાકે પૂ.ગુરૂભગવંતોનું સામૈયું સવારે 10:10 કલાકે ગુરૂગુણ સ્તવન, સવારે 10:15 કલાકે પૂ. ગુરૂભગવંતનું માંગલિક પ્રવચન તથા 11:30 કલાકે પાંચેયગચ્છનું શ્રીસંઘ સ્વામિવાત્સલ્યનું મંગલ આયોજન કરવામાં આવેલ છે. આમંત્રિત મહેમાનોની સાધર્મિક ભકિત તેમજ પાંચેય ગચ્છના શ્રીસંઘ સ્વામિવાત્સલ્યના લાભાર્થી પૂજય મુનિશ્રી મહાહંસ વિજયજી મ.સા.ના સંસારી સ્વજન શારદાબેન પ્રાણલાલ હંસરાજ શાહ પરિવાર છે તેમજ મહામંગલકારી આયંબિલ તપના લાભાર્થી જડાવબેન માણેકલાલ શાહ પરિવાર હ. હેતલ ભરતભાઇ શાહ છે. 33 વર્ષ બાદ શ્રીસંઘને પૂ.આચાર્ય ભગવંતના ચાતુર્માસનો સંયોગ સાપડ્યો છે તો સૌને લાભ લેવા શ્રીસંઘ તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે. ચાતુર્માસના મંગલકારી આયોજનો
; શ્રાવણ સુદ 1, રવિવાર, તા.12.8.2018 બેસતા મહિનાનું મહામાંગલિક,
; પ.પૂ. શ્રી જિતવિજયજી દાદા મ.સા., પ.પૂ.આ.ભ. શ્રી. વિજય કનકસુરીશ્ર્વરજી મહારાજા, પ.પૂ.આ.ભ. શ્રી. વિજય રામચંદ્રસુરીશ્ર્વરજી મહારાજાની સ્વર્ગારોહણતિથીની ઉજવણી તેમજ ગુણાનુવાદ
; શ્રાવણ સુદ 15, રવિવાર, તા. 26.8.2018 શ્રી શીતલનાથ પ્રભુની વર્ષગાંઠ (450 વર્ષથી પણ અધિક પ્રાચીન)
; શ્રાવણ વદ 5, શુક્રવાર, તા.31.8.2018 પ.પૂ.આ.ભ. શ્રી. વિજય આનંદધનસુરીશ્ર્વરજી મહારાજાની યોગસાધના દિન લાભાર્થી: શ્રી પ્રદીપચંદ્રસુરીશ્ર્વરજી ભકત મંડળ-મુંબઇ
; શ્રાવણ વદ 11, તા.6.9.2018 થી ભાદરવા સુદ 4, તા.13.9.2018 પર્યુષણ મહાપર્વ
; આસો સુદ 1+2, બુધવાર, તા.10.10.2018 બેસતા મહિનાનું મહામાંગલિક
; આસો વદ 14, તા.6.11.2018 તેમજ આસો વદ ......, તા.7.11.2018 શ્રી વીર પ્રભુ નિર્વાણ કલ્યાણક તેમજ પ.પૂ.આ.ભ. શ્રી. વિજય આનંદધનસુરીશ્ર્વરજી મહારાજાની તૃતીય સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે સામુહિક છઠ્ઠ તપ તેમજ ગુણાનુવાદ
; કારતક સુદ 1, ગુરૂવાર, તા.8.11.2018 બેસતા મહિનાનું મહામાંગલિક, સંસ્મરણ, રાસ વગેરે
; કારતક સુદ 15, શુક્રવાર, તા.23.11.2018 ચાતુર્માસ પરિવર્તન
આ ઉપરાંત પુણિયાશ્રાવકનું સામાયિક, માતૃ-સ્પતૃ વંદના, મૃત્યુની ભાવયાત્રા, ગૌતમ વંદના, મુજી માતૃભૂમિ કે નમન, વર્ધમાન શક્રસ્તવ, સરપ્રાઇઝ અનુષ્ઠાન, સેવન સ્ટાર શિબિરો, તથા જાહરે પ્રવચનો અને બાળકો માટે સંસ્કરણના ઉત્સવનું મંગલ આયોજન છે.