ધાર્મિક/સામાજિક સમાચાર

કોટેશ્ર્વર મહાદેવ મંદિરે કાલે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે: પૂજન-અર્ચન, ધ્વજારોહણ સહીતના આયોજનો
કોટેશ્ર્વર મહાદેવ મંદિરે કાલે અષાઢીબીજ ઉજવાશે કોટેશ્ર્વર મંદિરે સવારે મંગળાઆરતી, ધ્વજારોહણ, ભાવિકો દ્વારા ભગવાન શિવજીનું પુજન-અર્ચન કરવામાં આવશે. ભાવિકો દ્વારા ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના રથયાત્રા દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવશે. આયોજનને સફળ બનાવવા વિક્રમસિંહ જાડેજા (શિવઉપાસક)મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઇ કારીયા, રશ્વિનભાઇ જાદવ, જયદીપસિંહ પરમાર, સિદ્ધરાજસિંહ પી. જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મદીપસિંહ ઝાલા, અજય સોલંકી, શનિ જાદવ, ધર્મદિપસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, યશપાલસિંહ ઝાલા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા કાલે ધ્વજારોહણ
મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ, સૌરાષ્ટ્ર પ્રદેશ, દેવસ્થાન પાંખ દ્વારા આગામી અષાઢી બીજનો ધાર્મિક મહોત્સવ યોજાશે. દશનામ ગોસ્વામી જ્ઞાતિના અગ્રણી દાતા મહાનુભવ, દાતા મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ ઉપપ્રમુખ અને ઓમ વિદ્યાલય ના ટ્રસ્ટી ત્રિભોવનગીરી મોહનગીરી ગૌસ્વામી પરિવાર હસ્તે અષાઢી બીજની ધ્વજારોહણનું 9-00 વાગ્યે કરાશે. આ તકે અમૃતગીરી સીદીગીરી, સોમગીરી પ્રભાતગીરી, મહેશગીરી જેરામગીરી, પ્રિયંકાતપુરી સ્વામી, પી.સી.ગોસ્વામી, રસીકગીરી શીવગીરી, જીતેન્દ્રપુરી હરીપુરી, મગનગીરી ગણેશગીરી, એડવોકેટ તુલસીદાસ ગોંડલીયા, ચંદનગીરી કલ્યાણગીરી, કીરટગીરી કલ્યાણગીરી, મનુદાસ હરીયાણી, રવિદાસ ગોંડલીયા તરફથી ૐ નમ: શિવાય નિમિતે સવારે 10 થી બપોરે 2 સુધી પ્રસાદીની વ્યવસ્થા રાખી છે.
કાલે સુંદરકાંડના પાઠ
રૂખડીયા હનુમાજી મંદિર જંકશન પાછળ કાલે સાંજે 5 થી 7 સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે.