સોની વેપારીને આપેલો 27 લાખનો ચેક પરત ફરતા જેતપુરના ભાગીદારો સામે ફરિયાદ

રાજકોટ તા,13
જેતપુરના વી.એન.જવેલર્સ ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો હિરેન વિનોદકુમાર મકવાણા, વિનોદકુમાર એન.મકવાણા, રંજનબેન વિનોદકુમાર મકવાણા તથા સમીર વિનોદકુમાર મકવણા ઠે.મતવા શેરી, ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ, દુકાન નં.4, જેતપુરના સામે રાજકોટ કોર્ટમાં રૂા.27,00,000/- ના ચેક ડિસઓનર સબબ ફરીયાદ દાખલ થયેલ છે.
ફરિયાદી શ્રીનાથજી ગોલ્ડ આર્ટ પ્રોપરાઈટર તેજસભાઈ દિનેશભાઈ આડેસરા, ઠે.112, ગીરીરાજ ચેમ્બર્સ, જુની ગધીવાડ, સોનીબજાર, રાજકોટના એ ફરીયાદ કરેલ છે. કે રાજકોટમાં શ્રીનાથજી ગોલ્ડ આર્ટ નામની પ્રોપરાઈટરી પેઢી ધરાવે છે. અને સોનાના તૈયાર દાગીના વેચવાનો ધંધો કરે છે. વી.એન.જવેલર્સ ભાગીદારી પેઢી છે અને તેના ભાગીદારોએ 27,00,000/- નો ટેક્ષ સહીતનો ઉધાર માલ- સોનાના દાગીનાઓ ખરીદેલ છે અને જે-તે બીલનું પેમેન્ટ કરવા માટે ફરીયાદીની તરફેણમાં યુનીયન બેન્ક ઓફ ઈન્ડિયા, જેતપુર શાખાના ચેક નં.076912 રૂા.12,00,000/- નો તથા ચેક નં.076913 રૂા.15,00,000/- ઈસ્યુ કરી આપેલ.
બંને ચેકની વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેન્ક એકાઉન્ટમાં રજુ રાખતા, બંને ચેક ‘એકસીડ એરેજમેન્ટ’ ના કારણસર વગર સ્વીકારયે પરત ફરેલ છે, ચેક ડિસઓનર થયેલ છે. જે બાબતે તહોતદારોને તેના રહેણાંક અને ધંધાના સ્થળે નોટીસ મોકલવા છતાં ડિસઓનર થયેલ ચેકસનું ફરીયાદીને પેમેન્ટ આપેલ નથી. ઉલ્ટું પોલીસ મશીનરી બાબતે પોતાની વગનેા દુરૂપયોગ કરી મેંદરડા પોલીસ સ્ટેશનની હદમાં જઈ ફિનાઈલ પીવાનું નાટક કરી ફરીયાદી સહીતના અન્ય ભોગ બનનારોના નામ દર્શાવી 90 કરોડથી વિશેષ રકમ હડપ કરી ગયેલ છે અને ત્યારબાદ મેંદરડાથી જ સારવાર પુરી કરી બારોબાર ફરાર થઈ ગયેલ છે.
આરોપી પૈકીના સમીર વિનોદકુમાર મકવાણા સીંગાપુર રહે છે. તેઓને પણ બજવણી કરી રાજકોટ કોર્ટમાં બોલાવવાની તજવીજ પણ હાથ ધરાય છે. આ કામમાં ફરીયાદી એડવોકેટ વતી વિકાસ કે.શેઠ, અલ્પા વિ.શેઠ, વિપુલ આર.સોંદરવા, વિવેક ધનેશા રોકાયા હતાં.