દુષ્કર્મના આરોપી ભાનુશાળીએ છોડ્યું પ્રદેશ ભાજપ ઉ.પ્ર.નું પદ

અમદાવાદ,તા.13: કચ્છના પૂર્વ ધારાચસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીએ ઉપાધ્યક્ષપદથી રાજીનામુ આપી દીધું છે જયંતિ ભાનુશાળી લેખિતમાં જણાવ્યું છે કે સુરતમાં તેની સામે થયેલી દુષ્કર્મની ફરીયાદ એ એમની સામેનું એક ષડયંત્ર છે. જ્યા સુધી તેઓ નિર્દોષ સાબિત નહી જાય ત્યાં સુધી તેઓ રાજકારણમાં સક્રિય રહી શકે નહી.અત્રે ઉલ્લેખનીય છે કે જયંતીભાનુશાળી ઉપર એક યુવતીએ દુષ્કર્મની લેખિત ફરીયાદ સુરત પોલીસ સ્ટેશનમાં કરી હતી જયંતી ભાનુશાળીએ કહ્યું હતું કેમારા અને મારા કુટુંબ પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. મારા રાજકીય જીવનને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે.