સિંગાપોરમાં તુસાદ મ્યુઝિયમમાં અનુષ્કા શર્માનું બોલતું સ્ટેચ્યુ જોવા મળશે

  • સિંગાપોરમાં તુસાદ મ્યુઝિયમમાં અનુષ્કા શર્માનું બોલતું સ્ટેચ્યુ જોવા મળશે

મુંબઈ તા,13
બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાના અલગ અંદાજ માટે જાણીતી છે અને હવે અનુષ્કાના ચાહકો માટે એક સારા સમાચાર છે. અનુષ્કા ટૂંક સમયમાં સિંગાપુરમાં મેડમ તુસાદના મ્યુઝિયમમાં જોવા મળશે. અનુષ્કાની અહીં એક અનન્ય મૂર્તિ બનાવવામાં આવી છે, જે બાકીના સ્ટેચ્યુ કરતા અલગ હશે. મેડમ તુસાદ મ્યુઝિયમમાં, એવા લોકોની પ્રતિમા રાખવામાં આવે છે, જે ઘણા ફેમસ હોય છે અને સમાજમાં સારા કામ કરી રહ્યા છે. સિંગાપુરના મેડમ તુસાદ મ્યુઝિયમેમ અનુષ્કાની લોકપ્રિયતાને કારણે આ નિર્ણય લીધો છે. આ સ્ટેચ્યુની વિશેની ખાસ વાત એ છે કે આ સ્ટેચ્યુ બોલી શકે છે. સિંગાપુરમાં મેડમ તુસાદમાં બોલી શકે તેવું આ પ્રથમ વેક્સ સ્ટેચ્યુ હશે. આ મ્યુઝિયમે અનુષ્કાના સ્ટેચ્યુ માટે આ નવું ફિચર ઉમેર્યું છે.
તે સિંગાપુર મેડમ તુસાદ મ્યુઝિયમ વિશે વાત કરવામા આવે તો, અહીં ઓપરા વિન્ફ્રે, ક્રિસ્ટિયાનો, રોનાલ્ડો, લેવિસ હેમિલટન જેવા જાણીતા લોકોના વેક્સ સ્ટેચ્યુ અહીં જોવા મળશે.
અભિનેત્રી અનુષ્કાના સ્ટેચ્યુ વિશે વાત કરવામાં આવે તો, આ સ્ટેચ્યુ ફોન પર વાત કરતા જોવા મળશે. એટલે કે અનુષ્કાના હાથમાં એક ફોન હશે.
જે કામ કરશે અને સાથે સાથે મ્યુઝિયમ આવનારા લોકો સાથે આ સ્ટેચ્યુ સેલ્ફી પણ પડી શકશે. સિંગાપુર મ્યુઝિયમમાં વધુ ભારતીયો વિઝીટ કરવા માટે આવે છે અને તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેથી ભારતીય પ્રશંસકો અહીં પણ અનુષ્કાને જોઈ શકે છે. હાલમાં, અનુષ્કા અને તેના પતિ વિરાટ કોહલી આ વેક્સ સ્ટેચ્યુથી ખુશ છે.