રજનીકાંતની ‘2.0’ ફિલ્મની સુનામીના પગલે અન્ય ફિલ્મોની રિલીઝ બદલાશે

  • રજનીકાંતની ‘2.0’ ફિલ્મની સુનામીના પગલે અન્ય ફિલ્મોની રિલીઝ બદલાશે

‘કેદારનાથ’,
‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’
જેવી ફિલ્મોની રિલીઝ
ડેટ બદલવાની શકયતા મુંબઈ તા,20
સુપર સ્ટાર રજનીકાંતની 2.0 રિલીઝ કરવાની તારીખ જાહેર થતાં જ ઘણી ફિલ્મો મુશ્કેલીમાં મુકાઈ છે. ડાયરેક્ટર શંકરની આ ફિલ્મને 29 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 2010મા રિલીઝ થયેલી તામિલ ફિલ્મ ઈંથિરનનું હિન્દી વર્જન રોબોટની સિક્વલ છે. વિજ્ઞાન પર આધારિત લાંબા સમયથી બની રહેલી ફિલ્મ 2.0 ગયા વર્ષે જ રિલીઝ કરવાની હતી પરંતુ ફિલ્મનું થોડું કામ બાકી હોવાના કારણે રિલીઝ થઈ શકી નહિ પરંતુ લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા અનુસાર 29 નવેમ્બરે રિલીઝ થનારી સુપર સ્ટાર રજનીકાંતની 2.0 ફિલ્મ દેશની સૌથી મોંઘી ફિલ્મ હશે.
જાણકારોના મંતવ્યો અનુસાર 2.0 ફિલ્મને સુપર હિટ થતા કોઈ રોકી શકશે નહિ. આ ફિલ્મની સામે બોલિવુડની કોઈ પણ ફિલ્મ ટકી શકશે નહિ અને ‘2.0’ બધી ફિલ્મના રેકોર્ડ તોડશે. રજનીકાંતની 2.0ની રિલીઝ ડેટ જાહેર થતા બોલિવુડની ‘કેદારનાથ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ અને ‘ટોટલ ધમાલ’ના ડાયરેક્ટરોમાં ડર વ્યાપી ગયો છે.
2.0 અને સુશાંત સિંહ રાજપૂત અને સારા અલીખાનની ‘કેદારનાથ’ ફિલ્મની રીલિઝ ડેટ 29 નવેમ્બર છે. ‘કેદારનાથ’ના પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલા અને ડાયરેક્ટર અભિષેક કપૂર પોતાની ફિલ્મ રિલીઝ કરવાની તારિખ બદલશે કે નહિ તે પ્રશ્ર્ન હવે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે જાણકારોના મંતવ્યો અનુસાર રોની સ્ક્રૂવાલા અને અભિષેક કપૂરની ‘કેદારનાથ’ ફિલ્મ સુપર સ્ટાર રજનીકાંત અને અક્ષયકુમારની ફિલ્મ 2.0ને ટક્કર આપી શકશે નહિ. પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલા અને ડાયરેક્ટર અભિષેક કપૂર 30 કરોડના ખર્ચે બનાવેલી ‘કેદારનાથ’ ફિલ્મને સિનેમાઘરોમાં ટકાવી રાખવા માટે રિલીઝ ડેટ બદલી પણ શકે છે.