15 લાખનો પુલ 15 દી’ પહેલાં બન્યો, એક વરસાદમાં જ તૂટ્યો

ઉના તા.13
ઉના- ઉના નજીક 8 કિ.મી. દૂર પંદરસોની વસ્તી ધરાવતા ગુંદાળા અને ફાટસર જવાના રસ્તે કોઇ સુવિધા ન હોય અને આ બન્ને ગામ વચ્ચે હાથીયા નદી પસાર થતી હોય ગુંદાળા ગામના લોકોને ખરીદી કરવા તેમજ બાળકોને શાળાએ માધ્યમિક શિક્ષણ મેળવું હોય કે પછી કોઇ બિમાર દર્દીને સારવાર અપાવી હોય તો ગામ લોકોએ હાથીયા નદીના પાણીમાંથી પસાર થઇ જીવના જોખમે અવર જવર કરવી પડતી હતી. અને 5 ગામોને ફાટસર સાથે જોડતી આ નદી પર બેઠો કોર્ઝવે પુલ બનાવવા ગુંદાળા ગામના લોકોની વર્ષો જુની લડત હોય આ લડતને આખરી મોર લાગી હોય તેમ સરકારી તંત્ર દ્રારા અને જીલ્લા કક્ષાના અધિકારીઓના જાત નિરીક્ષણ બાદ ગુંદાળા અને ફાટસરને જોડતો હાથીયા નદી પર બેઠો પુલ કમકોર્ઝવે બનાવવાની કામગીરી પેટા પંચાયત બાંધકામ વિધાગ હસ્તક કનસટક્શન ઓફ વેનટેજ કોર્ઝવે બી કિ.મી.2/3 નું કામ પંદર ટકા વિવેકાધીન યોજના અંતર્ગત મંજુર થયેલ અને આ કામગીરી કોડીનારની એજન્સી મારફત કરાયેલ હોય આ કામગીરી ઉપર વિભાગી કચેરી કાર્યપાલક ઇજનેર ગીરસોમનાથ જીલ્લાના ના.કા.ઇ ઉનાના ટેક્નીકલ સ્ટાફની સિધ્ધી દેખરેખ હેઠળ અને સાઇડ પર વિઝીટ કરી પ્લાન એસટીમેન્ટ મુજબ ગુંણવતા વાળુ કામ થતું હોવાનું વહીવટી તંત્ર દાવો કરતું હતુ એજ કોર્ઝવેનું કામ હજુ તો 15 દિવસ પહેલા પૂર્ણ થયું અને મેધરાજાના આગમનની સાથે પહેલુજ પાણી નદીમાં આવતા આ કોર્ઝવેનો અર્ધો ભાગજ જમીનમાંથી તળાઇને પાણીમાં ચાલ્યો જતાં ગામ લોકોએ તો હજુ પગ નથી મુક્યો તે પહેલા ભ્રષ્ટાચારીઓ બાબુઓની મિલીભગત અને ગુંણવતા હીન નબળું મેટર વપરાયેલ હોય તેની પોલ ખોલી આ નબળી કામગીરી લોકો સામે મેધરાજાએ મુકતા સરકારી બાબુઓ અને તેના મળતીયાઓ કેવો અને કેટલો ભ્રષ્ટાચાર સરકારી કામોમાં કરી રહ્યા છે. તેની કલ્પના પુલના દ્રશ્યો ઉપરથી જોઇ શકાય છે.