અયોધ્યા સોસાયટીની પરિણિતાને પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ

રાજકોટ તા,13
શહેરના અયોધ્યા સોસાયટી અને રૈયાધારમાં રહેતી બે પરિણિતાઓએ મહિલા પોલીસ મથકમાં પતી સહિતના સાસરિયાઓ વિરૂધ્ધ ત્રાસ આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ હરીધવા રોડ પર અયોધ્યા સોસાયટી શેરી નં.1માં રહેતી મીનાબેન જયદીપભાઈ ખૂંટ નામની પરિણિતાએ તેના પતિ જયદીપ ખૂંટ, સસરા ભુપતભાઈ રવજીભાઈ ખૂંટ, સાસુ મધુબેન, જેઠ નીકુંજ અને જેઠાણી ડીમ્પલ વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ સહિતના સાસરિયાઓ ઘરની નાની નાની બાબતે ઝઘડો કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનું અને પતીએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવતા મહિલા પોલીસ મથકના હેડ કોન્સ. ગીતાબેન પંડ્યાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજી ફરિયાદમાં રૈયાધાર મફતિયાપરામાં રહેતા મીનાાક્ષીબેન સંજયભાઈ રૂડેસાએ સુરત રહેતા તેના પતિ સંજય નરશી રૂડેચા, સાસુ મંજુબેન, અમીત નરસી, મોટાબાપુ ચંદુભાઈ વાળા અને કલ્પનાબેન વાળા વિરૂધ્ધ ત્રાસ આપી મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આઈ.એમ.ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.