સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીના જામીન રદ

રાજકોટ તા,13
ચોટીલા પંથકની સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી રામપરા ગામે દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ કેસની વિગત મુજબ વિપુલ મેપાભાઈ બાવળીયા (રહે.કાળાસર જિ.સુરેન્દ્રનગર) વિરૂધ્ધ ફરીયાદી દ્વારા એવી ફરીયાદ કરવામાં આવેલી કે, આરોપી મહેશ વાઘેલા તથા સહઆરોપી વિપુલ બાવળીયા બંને આરોપીઓ અલગ અલગ વખતે ફરીયાદી સગીરાને ફોન કરી વાત કરતા અને લગ્નની લાલચ આપી અગાઉ શરીર સંબંધ બાંધેલ તેમજ આરોપી વિપુલ દ્વારા તા.20-3-18 ના લગ્નની લાલચ આપી અપહરણ કરી રામપરા ગામે દુષ્કર્મ ગુજારેલુ આરોપી વિપુલ દ્વારા ભોગ બનનાર ફરીયાદીને તેમના મીત્રના ઘરે મૂકી અને તોડવા ન જતા અન્ય આરોપી મહેશ ભોગ બનનાર ફરીયાદીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારેલું દરમ્યાન જેલ હવાલે થયેલા આરોપીએ બંને પક્ષોની દલીલ સાંભળી એડી. સેસન્સ જજ એમ.એમ.બાબી એ અરજદારની જામીન અરજી નામંજુર કરી હતી.