સવારથી મેઘરાજાની સટાસટી: માળીયાહાટીનામાં 6॥, વિસાવદરમાં 4 ઈંચ

  • સવારથી મેઘરાજાની સટાસટી: માળીયાહાટીનામાં 6॥, વિસાવદરમાં 4 ઈંચ
  • સવારથી મેઘરાજાની સટાસટી: માળીયાહાટીનામાં 6॥, વિસાવદરમાં 4 ઈંચ


સૌરાષ્ટ્રમાં 30 કલાકમાં
જિલ્લામાં ભારે વરસાદથી 250 લોકોનું સ્થળાંતર કરાયુ હતું તો લોધીકા નજીક પુલ પરથી પસાર થતી વખતે ત્રણ તરૂણો તણાયા હતાં જેમાંથી એકનું મોત થયુ હતું. જયારે બેને બચાવી લેવાયા હતાં.
છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં થયેલી મેઘમહેરમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં 24 કલાક દરમિયાન વધુ એક થી આઠ ઈંચ સુધી પહેલા વરસાદને કારણે ઉના નજીકનો દ્રોણેશ્ર્વર ડેમ અને ગીરનાર પર સારા વરસાદને કારણે જુનાગઢના વિલીંગ્ડન ડેમ ઓવરફલો થઈ ગયા હતાં. આ સિવાય ન્યારી, ભાદર સહિતના અનેક ડેમોમાં ઉપરવાસના સારા વરસાદને કારણે નોંધપાત્ર નવા નીરની આવક થઈ હતી. તો નદી નાળા બે કાંઠે વહેતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. જામનગર, દ્વારકા, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદર જેવા જિલ્લા હજી પણ સચરાચર વરસાદ થાય તેની રાહમાં છે.
રાજકોટ
રાજકોટ શહેર જિલ્લામાં બુધવારે રાતથી શરૂ થયેલી મેઘમહેરમાં ગઈકાલે જિલ્લાભરમાં મેઘરાજાએ હેત વરસાવ્યુ હતુ તો અમુક જગ્યાએ કહેર પણ વરસાવ્યો હતો. રાજકોટ જિલ્લામાં સવાર સુધીમાં લોધીકા 5॥ કોટડાસાંગાણી 3 ધોરાજી 3 જામકંડોરણા 2 ગોંડલ 2 જસદણ 3 અન્યત્ર ઝાપટાથી 1 ઈંચ સુધી વરસાદ પડયો હતો. રાજકોટમાં ભારે મેઘાવી માહોલ વચ્ચે ઝાપટારૂપે અડધાથી પોણો ઇંચ તથા ગોંડલમાં આજે 3 અને જેતપુરમાં 2 ઇંચ વરસ્યો છે.
ઉપલેટા
ઉપલેટામાં છેલ્લા 24 દરમિયાન ગઈકાલે બપોરે 3 થી રાત્રે 2॥ સુધીમાં ધીમીધારે 2 ઈંચ વરસાદ થતા ખેડુતો ખુશખુશાલ બની ગયા છે.
જુનાગઢમાં યુવાન તણાયો
ભેસાણના તરૂણ મેલવારી અને મનીશ ઉર્ફે રાજુ ચુડાસમા રાત્રીના સમયે નદીના વહેણ પરથી પસાર થઈ રહ્યા હતા બાઈક સાથે બંન્ને યુવાનો તણાતા તરૂણ ગોવિંદભાઈનો બચાવ થયો હતો જયારે મનીષ નરોતમભાઈનું મેઘસવારીની સાથે...સાથે.. 4 રાજકોટમાં સવારથી ધીમીધારે... લાઈટનું લબૂક ઝબૂક
4 ગોંડલના બલિયા ગામમાં 50 લોકોનું સ્થળાંતર
4 સૌરાષ્ટ્રના અનેક ગામોમાં વીજળી ગૂલ થતા અંધારપટ
4 મેંદરડાની મધૂવતી નદીના ત્રણ વર્ષ બાદ ઘોડાપૂર
4 પાટિયાળી નજીક મોતીસર ડેમના પાટિયામાં લીકેઝ
4 એનડીઆરએફ એક ટીમ માંગરોળ - જૂનાગઢ પહોંચી