80 હજારથી વધુ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન એકાએક રદ થતાંGSTમાં અંધાધૂંધી

રાજકોટ તા.13
જીએસટી સીસ્ટમ હવે ઠરીઠામ થયું હોય તેવું માની સરકારે જેવા હાંસકારો લીધો ત્યાં જ નવી ઉપાધી શરૂ થઇ છે ! જીએસટીમાં માઇગ્રેટ થયેલા વેપારીઓનાં પ્રોવિજનલ રજીસ્ટ્રેશન નંબર એકાએક અટકી જતાં વેપારીઓને મળનારી ઇનપુટ ટેકસ ક્રેડીટ અટકી પડી છે, જેના પરીણામે આ વેપારીઓને સંલગ્ન હજારો લોકોનાં પૈસા ફસાઇ પડયા છે. આવું જીએસટી તંત્રની ભુલનાં કારણે થયું હોવાનું સામે આવ્યું છે. બન્યું એવું સીસ્ટમની ખામીનાં કારણે કેટલાક વેપારીઓને બે-બે જીએસટી રજીસ્ટ્રેશન આપી દેવાયા હતા. જેમાંથી એક રજીસ્ટ્રેશન કેન્સલ કરવા જતા બન્ને રજીસ્ટ્રેશન રદ થઇ ગયા છે !
ગત 31મી મેએ દેશભરમાંથી 80000થી વધુ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન એકાએક રદ કરી દેવામાં આવ્યા હતા. તેથી તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકી પડી હતી. તેમ જ તેમની સાથે વહેવાર કરનારાઓને માટે પણ અસંખ્ય સમસ્યાઓ ઊભી થઈ ગઈ છેએમ જીએસટી બાર એસોસિયેશનના અક્ષત વ્યાસનું કહેવું છે. આ સ્થિતિમાં ઓક્ટોબર-નવેમ્બર 2017થી 30મી મે 2018 સુધીના ગાળામાં કરેલા વેપાર અને તેના પેટે જમા કરાવેલા ટેક્સના નાણાંની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો સવાલ ઊભો થયો છે. આ વેપારીઓએ વેટ, એક્સાઈઝ કે પછી સીધા સર્વિસ ટેક્સમાંથી માઈગ્રેશન કર્યુ હતું. તેમને માઈગ્રેશન પછી પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. વેટ, સર્વિસટેક્સ અને એક્સાઈઝમાંથી જીએસટીમાં માઈગ્રેટ થવા માટે તેમણે ફોર્મ 26 જમા કરાવ્યું હતું. પ્રોવિઝનર રજિસ્ટ્રેશન નંબર ધરાવનારાઓને ડેસ્કબોર્ડ પર મળેલી નોટિસો અંગે જાણકારી ન હોવાથી તેમણે જવાબ આપ્યા ન હોવાની દલીલ કરવામાં આવી રહી છે. ઓક્ટોબર નવેમ્બરમાં રજિસ્ટ્રેશન રદ થયા પછી તેમને આપેલી શો કોઝ નોટિસ પછી અપીલમાં જવાની મુદત પણ ફેબુ્રઆરી-માર્ચ 2018માં પૂરી થઈ ગઈ હતી. તેમ છતાંય તેમને રિટર્ન ફાઈલ કરવા દેવામાં આવ્યા હતા. તેમના નંબરથી ટેક્સના નાણાં જમા લીધા હતા. બીજા શબ્દોમાં કહીએ તો તેમને ઓનલાઈન કરવાની થતી તમામ પ્રોસેસ કરવાની છૂટ આપી હતી. આ વેપારીઓ હવે જીએસટીએન નેટવર્ક પર નવું રજિસ્ટ્રેશન લેવા માટે અરજી કરે છે. તેમને રજિસ્ટ્રેશન મળતા નથી. જૂના એટલે કે કેન્સલ કરી દેવામાં આવેલા રજિસ્ટ્રેશન નંબર રિવાઈવ થતાં જ નથી. તેથી તેમને માટે ધંધો કરવો કઠિન બની રહ્યો છે.   સરકાર સામે મોરચો માંડવા વેપારીઓની તૈયારી: કાલે બેઠક
જીએસટી ઑડિટ કરવાના અધિકાર આપવા ટેક્સ ક્ધસલ્ટન્ટ્સ-એડવોકેટ્સની માગણી ટેક્સ ક્ધસલ્ટન્ટ્સ અને ટેક્સ એડવોકેટ્સને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ઑડિટથી વંચિત રાખતી જીએસટી એક્ટની જોગવાઈઓ સામે દેશભરમાંથી વિરોધનો વંટોળ ઊઠી રહ્યો છે. આ હેતુસર જ આગામી 14મી અને 15મી જુલાઈએ દેશભરમાંથી 150 જેટલા નિષ્ણાતો અમદાવાદમાં એકત્રિત થઈ રહ્યા છે. આ બેઠકમાં તેઓ જીએસટી ઑડિટના અધિકાર મેળવવા માટેની તેમની લડતનો વ્યૂહ ઘડી કાઢશે. ગુજરાત અને કેન્દ્ર સરકારમાં આ મુદ્દે અત્યાર સુધી કરવામાં આવેલી રજૂઆતો બહેરા કાને અથડાઈ હોવાથી તેમણે સરકાર સામે મોરચો માંડવાની તૈયારી કરવા માંડી છે. નંબર કેન્સલ થયા પછી કરેલા ધંધાની ટેકસ ક્રેડિટનું શું ? ભારે ગૂંચવાળો