પંચનાથ પ્લોટમાંથી બંગડીનો વેપારી દારૂ બીયરના જથ્થા સાથે ઝડપાયો

રાજકોટ તા.13
રાજકોટના પંચનાથ પ્લોટમાં રહેતાં ખત્રી શખ્સને ક્રાઇમ બ્રાંચે દારૂ-બીયરના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ બી. ટી. ગોહિલ, સામતભાઇ, ચેતનસિંહ, પ્રદ્યુમનસિંહ, પ્રદીપસિંહ, અમીનભાઈ, કુલદીપસિંહ, વિક્રમભાઈ, જીગ્નેશભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી આધારે પંચનાથ પ્લોટમાં રહેતા અને બંગડીનો ધંધો કરતા જયેશ નટવરલાલ પડીયાના મકાનમાં દરોડો પાડી 14 બોટલ દારૂ અને બીયરના 12 ટીન સહીત 9140 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ખત્રી શખ્સની ધરપકડ કરી છે દારૂ બિયર કયાંથી લાવ્યો? તે અંગે વધુ તપાસ થઇ રહી છે.