રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી હત્યાના ગુનામાં જામીન મેળવી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતા ફર્લો સ્ક્વોડ

  • રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી હત્યાના ગુનામાં જામીન મેળવી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતા ફર્લો સ્ક્વોડ

રાજકોટ તા.13
રાજકોટ શહેરમાં વિવિધ ગુનાઓમાં પેરોલ અને જામીન મેળવી ફરાર થઇ ગયેલા આરોપીઓને પકડવા મટે ફર્લો સ્ક્વોડની ટિમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનના હત્યાં ગુનામાં જામીન મેળવી નાસી છૂટેલા કાચા કામના કેદીને પકડી લઇ જેલહવાલે કર્યો છે
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જેસીપી દિપક ભટ્ટ, ડીસીપી, એસીપી ક્રાઇમની નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની સૂચના અન્વયે પેટ્રોલિંગમાં રહેલ પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ બી કે ખાચર, બકુલભાઈ વાઘેલા, દિગુભા જાડેજા, બદલભાઇ દવે, મધુકાન્તભાઈ સોલંકી, મયુરસિંહ રાણા, મહમદ અઝરુદીન બુખારી, કિશોરદાન, જયદેવસિંહ પરમાર, ધીરેનભાઈ ગઢવી, ચંદ્રકાન્તભાઈ ગોંડલીયા સહિતના સ્ટાફે મહમદ અઝરુદીન બુખારીને મળેલી બાતમી આધારે રૈયા રોડ ઉપરથી સલીમશા સત્તારશા સૈયદ નામના શખ્શને ઝડપી લીધો હતો તાલુકા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં કાચા કામના કેદી તરીકે રાજકોટ જેલમાં રહેલ સલીમશા 11 જૂન 2018ના રોજ 7 દિવસના વચગાળાના જામીન મેળવી જેલમાં હાજર થવાને બદલે નાસી છૂટ્યો હતો ફર્લો સ્ક્વોડના સ્ટાફે દબોચી લઇ જેલહવાલે કર્યો હતો