ગવર્નમેન્ટ, એન્જીનીયરીંગ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન

રાજકોટના કણકોટ ખાતે ગવર્નમેન્ટ એન્જીનીયરીંગ કોલેજના ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. સુગમ પ્રોડક્ટસ દ્વારા નિ:શુલ્ક વૃક્ષો અપાયેલા જેમાં ઉમ્બરો, બોરસલ્લી, રાવણ કણચી, પીપળા, સુર્યમુખી, ગુલમોહર, સપ્તપર્ણી જુદા જુદા વૃક્ષોનું રોપણ કરાયું હતું તેમ ઇ.સી. ફેકલ્ટીના વિદ્યાર્થીઓની યાદીમાં જણાવાયું છે.