રાજસ્થાનના ધોલપુરથી કુવાડવા આવતા તલના 110 કટાની ઉપરથી તાલપત્રી કાપી ચોરી

રાજકોટ તા.13
રાજકોટના એરપોર્ટ રોડ ઉપર રહેતા લોહાણા આધેડે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં તેમના મિત્ર દ્વારા રાજસ્થાન ધોલપુરથી કુવાડવા જીઆઇડીસીમાં ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવેલ 2 લાખના તલનો જથ્થો વચ્ચે કોઈપણ જગ્યાએ તાલપત્રી ઉપરથી કાપી ચોરી થઇ ગયા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે રાજકોટના એરપોર્ટ રોડ ઉપર રઘુનંદન પાર્કમાં રહેતા મિલનભાઈ કાંતિલાલ બુદ્ધદેવ નામના લોહાણા આધેડે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજસ્થાનના ધોલપુર ખાતે રહેતા અને તલનો વ્યવસાય કરતા તેમના મિત્ર દીપકભાઈએ મિલનભાઈને મિત્રતાના દાવે ફોન કરીને મદદ માંગી હતી મિત્ર દીપકભાઈ દ્વારા ધોલપુરથી તલના 110 કટા જેની કિંમત 2 લાખ રૂપિયા થાય છે તે તલ કુવાડવા જીઆઇડીસી વી પી એન્ડ સન્સમાં આગ્રા અમદાવાદ ટ્રાન્સપોર્ટના ટ્રક આરજે 29 જીએ 1852 માં તારીખ 1 જુલાઈના રોજ રવાના કર્યો હતો આ પેઢીનું તમામ ડીલિંગ બોમ્બેથી થાય છે ધોલપુરથી કુવાડવા જીઆઇડીસી 1200 કિલોમીટરના રસ્તા વચ્ચે ટ્રકના ચાલક અને ક્લિનરની જાણ બહાર અજાણ્યા શખ્સોએ ઉપર ચડી તાલપત્રી ઉપરથી કાપી નાખી 2 લાખનો તલનો જથ્થો કોઈ અજાણ્યા ઈસમો ઉઠાવી ગયા હતા ટ્રક કુવાડવા જીઆઇડીસી પહોંચ્યો ત્યારે ટ્રકમાં જોતા તાલપત્રી સહી સલામત હતી પરંતુ તાલપત્રી હટાવતા જ ટ્રક ખાલીખમ જોવા મળ્યો હતો તાલપત્રી ચેક કરતા વચ્ચેથી ફાટેલી નજરે પડી હતી જેથી આ ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ કે ઝાલા સહિતના સ્ટાફે આ ચોરીનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે