25 જુલાઈથી સ્વચ્છ વોર્ડ સ્પર્ધાનો પ્રારંભ

  • 25 જુલાઈથી સ્વચ્છ વોર્ડ સ્પર્ધાનો પ્રારંભ

રાજકોટ તા,13
રાજકોટ મહાનગરપાલિકાએ સ્વચ્છ રેકીંગમાં પછડાટ ખાધા બાદ વન ડે-વન વોર્ડ, રાત્રિ સફાઈ અને પ્લાસ્ટિક વિરૂધ્ધ કડક ઝુંબેશ હાથ ધરી છે છેલ્લા એક માસથી ચાલુ સ્વચ્છતા અભિયાનની વોર્ડમાં કેવી અસર દેખાઈ છે અને સૌથી વુધ સારી સફાઈ કયાં વોર્ડમાં થઈ છે તેના માટે આગામી 25 જુલાઇમાં રોજ સ્વચ્છ વોર્ડ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે.
મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવેલ કે શહેરને પ્લાસ્ટીક મુકત સામે સ્વચ્છ બનાવવા તમામ ક્ષેત્રે કામગીરી હાથ ધરાઈ છે પર્યાવરણ વિભાગ દ્વારા સ્વચ્છતાં ઝુંબેશ અંતર્ગત વન ડે થ્રી વોર્ડ સફાઈ અભિયાન હાથ ધરાયુ છે ત્યારે મનપાના સફાઈ કામદારો તેમજ પર્યાવરણ વિભાગનો સ્ટાફ અને શહેરીજનોએ ઉપરોકત અભિયાનમાં નોંધપાત્ર કામગીરી હોય તેની નોંધ લેવા માટે આગામી તા.-25 જુલાઈથી સ્વચ્છ વોર્ડ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ વોર્ડ સ્પર્ધામાં શહેરના 18 વોર્ડમાં અધિકારીઓ દ્વારા ચેકીંગ કરવામાં આવશે ત્યાર બાદ સફાઈની સારી કામગીરી માટે રેન્કીંગ આપવામાં આવશે અને બેસ્ટ સફાઈ કરનારને પુરષ્કારથી નવાઝવામાં આવશે.
સ્વચ્છ વોર્ડ સ્પર્ધા અંતર્ગત તા-25 જુલાઈથી તમામ વોર્ડ ઓફિસરને પોતાના વિસ્તારોમાં થયેલ સફાઈ કામગીરી તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વિરૂધ્ધ ઝુંબેશ હાથ ધરાઈ હોય તેનો રી સર્વે કરવાની કામગીરી સોંપવામાં આવશે દરેક વોર્ડની શેરી, ગલી તેમજ ન્યુસન્સ વાળા વિસ્તારોમાં વધુ ધ્યાન આપી સફાઈની ચકાસણી કર્યા બાદ રીપોર્ટ તૈયાર કરવાનો રહેશે.
સ્વચ્છ વોર્ડ સ્પર્ધામાં શહેરીજનો દ્વારા કરવામાં આવેલ શેરી તેમજ વિસ્તાર અને પ્રાઈવેટ સોસાયટીઓને પણ સારી આવરી લેવાશે ઉપરોકત સ્પર્ધામાં દરેક શહેરીજન ભાગ લઈ શકશે લોકોએ કોઈપણ એક વિસ્તાર કે શેરીને સ્વચછ બનાવી તેની જાણ મનપાને કરવાની રહેશે અને ત્યારબાદ તેને સવચ્છ રાખવા માટે શું શું પગલા લીધા તેની જાણ કરવાની રહેશે.
સ્વચ્છ વોર્ડ સ્પર્ધાનો હેતુ સમજાવતા મ્યુ કમિશનરે જણાવેલ કે સફાઈ કર્મીઓ બાબતે વધુ ધ્યાન આપે અને નગરજનો પોતાના વિસ્તારને સ્વચ્છ રાખજા જાગૃત થાય તે માટે સ્વચ્છ વોર્ડ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્ેખનીય છે કે ગત વર્ષે પણ આ પ્રકારની સ્પર્ધાનુ આયોજન થયેલ પરંતુ ધાર્યુ પરિાણામ પ્રાપ્ત થયુ ન હોવાનુ પર્યાવરણ વિભાગે જણાવ્યું હતું.