વિજયભાઈનું વિકએન્ડ રાજકોટમાં : 170 કરોડના કામોનું લોકાર્પણ

  • વિજયભાઈનું વિકએન્ડ રાજકોટમાં : 170 કરોડના કામોનું લોકાર્પણ

રાજકોટ તા,13
સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ જીલ્લા કલેકટર ડો,રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર આર.ડી.સોલંકી, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ શહેર પોલીસ તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે જુદા-જુદા વિકાસ કામોના ખાતમુહુર્ત, લોકાર્પણ તથા ઉજ્જવલા યોજના-2 હેઠળ રાજકોટની બહેનોને ગેસ કનેક્શન અર્પણ વિધિ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને માન.મેયર બિના જે. આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમજ આ કાર્યક્રમની પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચો રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી તેમજ અતિથિ વિશેષ તરીકે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.76 કરોડના ખર્ચે ઈડબલ્યુએસ 1120 આવાસોનું લોકાર્પણ, રૂ.2.08 કરોડના ખર્ચે મહિલા સ્વીમીંગ પુલનું લોકાર્પણ, રૂ.2.66 કરોડના ખર્ચે પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલના નવા બિલ્ડીંગનું લોકાર્પણ, રૂ.43.24 કરોડના ખર્ચે ગવરીદડ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ, રૂ.12.18 કરોડના ખર્ચે વોર્ડ નં.18માં જુદી જુદી 3 જગ્યાએ ઈએસઆર-જીએસઆરનું ખાતમુહુર્ત, રૂ.2.71 જુદા જુદા વિસ્તારોમાં બગીચાઓનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રૂ.1.7811 કરોડના ખર્ચે કાલાવડ રોડથી ગોંડલ રોડને જોડતા રીંગ રોડ-2 (ફેઝ-2) ઉપર પારડી ગામ મુકામે હાઈલેવલ બ્રિજનું ખાતમુહુર્ત, રૂ.2.6011 કરોડના ખર્ચે ટી.પી. સ્કીમ નં.20 + 21 (મુંજકા)માં રીંગ રોડ-2 થી અવધ રોડને જોડતા 18 મી., 24મી. ના મેટલીંગ રોડનું ખાતમુહુર્ત, રૂ.5.2908 કરોડના ખર્ચે રાજકોટ કાલાવડ (એસએચ-23) રોડમાં સત્તામંડળ હસ્તકના 3.120 કિ.મી. લંબાઈનું 6(છ) લેનમાં વિસ્તૃતિકરણ કામનું ખાતમુહુર્ત, રૂ.2.1878 કરોડના ખર્ચે ખરેડીથી મઘરવાડા અને ગુંદા વિલેજને જોડતા મેટલીંગના રસ્તા પર ડામર કામ કરવાના કામનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.8.9882 કરોડના ખર્ચે ગવર્મેન્ટ એન્જી.કોલેજ ખાતે સિવિલ બ્લોકનું ખાતમુહુર્ત, રૂ.5.7861 કરોડના ખર્ચે સરકારી ઈજનેરી કોલેજ, રાજકોટ ખાતે એનેક્ષી બિલ્ડીંગના કામનું ખાતમુહૂર્ત, રૂા.6.0236 કરોડના ખર્ચે યુનિવર્સિટી રોડ પરની રાજકોટ ડિસેબલ આઈ.ટી.આઈ.(પી.એચ.)ના કામનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
રાજકોટ શહેર પોલીસ વિભાગ દ્વારા રૂ.2.3379 રાજકોટ શહેરના કુવાડવા ખાતે (અર્બન) પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, રૂ.2.1363 કરોડના ખર્ચે રાજકોટ શહેર ખાતે બી ડીવીઝન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળ, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિભાગના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉજ્જવલા યોજના-2 હેઠળ રાજકોટની બહેનોને ગેસ કનેક્શન અર્પણ વિધિ કાર્યક્રમ કરવામાં આવશે. તેમાં અંતમાં તેમણે જણાવ્યું હતું. રીંગ રોડ-2નાં નવાકામોનું ખાતમુર્હૂત - લોકાપર્ણ કુવાડવાના અર્બન પોલીસ મથકને પણ ખુલ્લુ મુકાશે મુખ્યમંત્રીનો મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ તા. 14 શનિવાર
17:45 આગમન
18:00 કચ્છી સમાજ સ્નેહમિલનમાં હાજરી
19:00 રામાપીર મંદિર (વાલ્મિકી વાડી)
19:45 આત્મીય કોલેજમાં બેઠક
તા,15, રવિવાર
09:30 અટલ બિહારી બાજપેયી ઓડિટોરિયમ
9:45 સ્માર્ટસિટી કાર્યક્રમ
11:00 ઓમાનવાળા ઉપાશ્રય કાલાવાડ રોડ
12:00 આઈએએમ ન્યુ ગુજરાતી
15:00 પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ
16:45 મહાનગર પાલિકાનો કાર્યક્રમ
18:00 સરકીટ હાઉસ
18:45 પ્રસ્થાન