કુવાડવા જુથ સહકારી મંડળીની ચૂંટણીમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીની પેનલનો વિજય

  • કુવાડવા જુથ સહકારી મંડળીની ચૂંટણીમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીની પેનલનો વિજય

રાજકોટ તા,13
કુવાડવા સહકારી મંડળીમાં 22 વર્ષથી કોંગ્રેસનું શાસન હતુ તેમાં ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની પેનલનો બહુમતીથી વિજય થયેલ છે.
આ સંદર્ભે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ભરતભાઈ કાકડિયા, રમેશભાઈ ઢોલરિયાએ કુવાડવા, ગુંદા, કુચિયાદળ, રામપરા-બેટી, હીરાસરના ખેડૂતોએ આ પેનલ ઉપર વિશ્ર્વાસ મુકયો તે બદલ આભાર વ્યકત કર્યો.
અરવિંદભાઈ રૈયાણી, ભરતભાઈ કાકડિયા, રમેશભાઈ ઢોલરિયા, મુકેશભાઈ કાકડિયા, કાંતીલાલ અજાણી, નારણભાઈ કાકડિયા, અશોકભાઈ રૈયાણી, જેન્તીભાઈ સોજીત્રા, ઠાકરશીભાઈ દુધાત્રા, વિનુભાઈ જાડા, સુખાભાઈ ભાલવડિયા, અનસુયાબેન ઢોલરિયા, લીલાબેન સોજીત્રા, શિવલાલભાઈ રામાણી, દિનેશભાઈ ચાવડાની પેનલનો ભવ્ય વિજય થયેલ છે.