વરસાદ પહેલા શહેરમાંથી જોખમી 1200 બોર્ડ - બેનર ઉતારી લેવાયા

રાજકોટ તા,13
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: 07/07થી તારીખ: 12/07ના રોજ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો, ધાસચારો/લીલું/ફૂલ વગેરે જપ્ત કરવાની તેમજ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી, તેમજ નડતર રૂપ એવા બોર્ડ-બેનરો પણ હટાવવામાં આવ્યા હતા.
રસ્તા પર નડતર 26 રેંકડી-કેબીનો આત્મીય કોલેજની સામે, પુષ્કરધામ મેઈન રોડ, લક્ષમીનગર હો. ઝોન, તિરુપતી નગર, બાજપાઈ ઓડીટોરીયમ પાસે, રૈયા રોડ, ન્યુ બસ સ્ટેન્ડ અને વર્ધમાન નગર વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી 80 અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે આત્મીય કોલેજની સામે, લક્ષમીનગર હો. ઝોન, ન્યુ બસ સ્ટેન્ડ અને વર્ધમાન નગર વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હતી, 210 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી, ધરાર માર્કેટ, પારેવડી ચોક પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોક પરથી 180 કી.ગ્રા. ધાસચારો-લીલું-ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ/- 1,72,050/- વહીવટી ચાર્જ બી.આર.ટી.એસ. રૂટ, અતિથી ચોક, ભીમનગર, આત્મીય કોલેજની સામે, પુષ્કરધામ મેઈન રોડ, લક્ષમીનગર હો. ઝોન, તિરુપતી નગર વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ 20 હોકર્સ ઝોન મોરબી રોડ, મોરબી જકાતનાકા, ગ્રીનલેન્ડ ચોકડી, ચુનારાવાડ ચોક, ચુનારાવાસ શાકમાર્કેટ, ભીમનગર, એસ્ટ્રોનનાલા, ક્રિસ્ટલ મોલ, લક્ષ્મીનગર, ભાવનગર રોડ, કોઠારીયા રોડ, માસુમ વિદ્યાલય, પાંજરાપોળ, રેસકોર્ષ રોડ, એરપોર્ટ રોડ વિગેરે હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં નડતર રૂપ એવા 1200 બોર્ડ અને બેનરો સંત કબીર રોડ, ધુધસાગર રોડ, આશ્રમ રોડ, કુવાડવા રોડ, ઢેબર રોડ, રેસકોર્ષ રીંગ રોડ, રૈયા રોડ, શ્રોફ રોડ, ટાગોર રોડ, મીલપરા રોડ, ભક્તિનગર સર્કલ, કેનાલ રોડ, પુષ્કરધામ રોડ, કાલાવડ રોડ, નાનામવા સર્કલ થી લક્ષ્મીનગર નાલા સુધી વિગેરે જગ્યા પરથી હટાવવામાં આવ્યા હતા.