રેલવે સ્ટેશન સામે તુફાન જીપમાં જુગાર રમતા પાંચ ઝડપાયા : 1.90 લાખની મતા કબજે

  • રેલવે સ્ટેશન સામે તુફાન જીપમાં જુગાર રમતા પાંચ ઝડપાયા : 1.90 લાખની મતા કબજે

રાજકોટ તા.13
રાજકોટ શહેરમાં જુગારનું દુષણ નષ્ટ નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પ્રનગર પોલીસે રેલવે સ્ટેશન સામે જીપમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઇ 1.90 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે ક્રાઇમ બ્રાન્ચે ભીસ્તીવાડમાં દરોડો પાડી સિંધી શખ્સને વરલી મટકાના આંકડા લખતા ઝડપી લઇ કપાત લેતા કેશોદના શખ્સ સામે ગુનો નોંધ્યો છે
પ્રનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી કાતરિયાની રાહબરી હેઠળ પેટ્રોલિંગમાં રહેલ દેવશીભાઇ સહિતના સ્ટાફે રેલવે સ્ટેશન સામે તુફાન જીપમાં બેસી તીનપતિનો જુગાર રમતા ભીસ્તીવાડના અમજદભાઈ ઇબ્રાહીમભાઇ દલ, મોરબીના રશીદ જુમાભાઈ સિપાઈ, સમીન સુલ્તાનભાઈ કુરેશી, દાઉદશા રહેમાનશા અને પ્રવીણ પ્રહલાદભાઈ વ્યાસને ઝડપી લઇ રોકડા 12,620 , 6 મોબાઈલ અને તુફાન જીપ સહીત 1,89,620 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ ક્રાઇમ બ્રાન્ચના વિજયસિંહ ઝાલા, હરેશગીરી સહિતના સ્ટાફે બાતમી આધારે ભીસ્તીવાડ સ્લ્મ ક્વાર્ટરમાં વરલી મટકાના આંકડા લખતા હીરાલાલ રેવાચંદ ગોપલાણીને ઝડપી લઇ રોકડા 1710 અને એક મોબાઈલ કબ્જે કર્યા હતા પોતે કોડીનારના સત્તારભાઈ નામના શખ્સને કપાત આપતો હોવાનું જણાવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે