રૈયા વિસ્તાર ફાઇનાન્સીસ સિટી બનશે : સમિટમાં એરીયા જાહેર થશે

  • રૈયા વિસ્તાર ફાઇનાન્સીસ સિટી બનશે : સમિટમાં એરીયા જાહેર થશે

રાજકોટ તા.13
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15-7-2018ના રોજ સવારે 8.00 વાગ્યે શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, પેડક રોડ ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ સિટીઝ સમિટનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. ભારત સરકારના સ્માર્ટ સિટી મિશનમાં પસંદગી પામેલા તમામ 100 શહેરોના પ્રતિનિધિઓ સ્માર્ટ સિટી સંબંધિત અલગ અલગ વિષયો પર પરામર્શ કરશે. આ સમિટનું ઉદ્ઘાટન માન. મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવશે. આ સ્માર્ટ સિટીઝ સમિટનો હેતુ દેશના તમામ સ્માર્ટ સિટી વચ્ચે વિવિધ પ્રોજેક્ટ વિશે વિચારોનું આદાનપ્રદાન થાય, જુદા જુદા પ્રોજેક્ટના અમલીકરણ થકી નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિ થાય અને શહેરનો સર્વાંગી વિકાસ થાય તે છે તેમ માન. મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન - શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, ડેપ્યુટી કમિશનરશ્રીઓ શ્રી ચેતન નંદાણી અને શ્રી શ્રી ચેતન ગણાત્રા, એડી. સિટી એન્જી.શ્રીઓ શ્રી બી.યુ.જોશી અને શ્રે કે.એસ.ગોહેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.
પત્રકાર પરિષદના પ્રારંભે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને રવિવારે યોજાનારી સ્માર્ટ સિટી સમિટમાં ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થનાર વિવિધ લોન્ચિંગ અંગે વિગતો આપી હતી. ચેરમેનશ્રીએ કહ્યું હતું કે, સ્માર્ટ સિટી સમિટમાં માન. મુખ્યમંત્રીના વરદ હસ્તે (1)સ્માર્ટ સિટી વેબસાઈટ, (2)સ્માર્ટ સિટી રાજકોટનો એરિયા બેઇઝ્ડ પ્લાન, (3)આજી ડેમ વોટર વર્કસ પમ્પિંગ સ્ટેશન ખાતે સ્થાપિત કરાયેલ 145 કે.વી. ક્ષમતાનો સોલાર પ્લાન્ટ અને (4) ઈલેટસ કંપની દ્વારા પ્રસિધ્ધ થનાર ઈ-ગવર્નન્સ મેગેઝિનનું લોન્ચિંગ કરવામાં આવનાર છે.
આ પ્રસંગે માહિતી આપતા માન. મેયર શ્રી બિનાબેન આચાર્યે એમ જણાવ્યું હતું કે, સ્માર્ટ સીટી. આવો શબ્દપ્રયોગ આપણે છેલ્લા ઘણાં સમયથી સાંભળતા આવ્યા છીએ. સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને ડીજીટલ ઇન્ડિયાની જેમ જ, સ્માર્ટ સીટીનો ક્ધસેપ્ટ અને તેનો શબ્દપ્રયોગ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના કાર્યકાળથી જ શરુ થયો છે. કેન્દ્ર સરકારના સપના અને વિઝન મુજબ ભરતામાં એકસાથે 100 સ્માર્ટ સીટી બનવવાનું લક્ષ્ય છે અને એમાં આપણા રાજકોટ શહેરનું નામ પણ છે. આપણા માટે વધુ ગૌરવની વાત એ છે કે આખા ભારતમાં 100 શહેરોને, સ્માર્ટ સીટી બનાવવાનો જે ટાર્ગેટ છે તેના સંદર્ભમાં સ્માર્ટ સીટીની રાષ્ટ્રીય કક્ષાની સમીટ રાજકોટના યજમાનપદ હેઠળ થશે. રાષ્ટ્રમાંથી 100 પસંદગી પામેલા શહેરના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે અને સ્માર્ટ સીટી મિશન ઉપર પોતાના વિચારો રજુ કરશે. વધુમાં, કેન્દ્ર સરકારના આઈ.એ.એસ અધિકારીઓ, રાજ્ય સરકારના આઈ.એ.એસ. અધિકારીઓ, ઘણાં બધા શહેરોના મેયરશ્રીઓ, ઘણાં અધિકારીઓ અને વિષય નિષ્ણાતો હાજર રહેશે. રાજકોટની વાત કરીએ તો સરકારે કુલ મળીને 2623 કરોડનું ફંડ ફક્ત રાજકોટ માટે મંજુર કર્યું છે. આપણે એક આઈ-વે ફેઇઝની 47 કરોડની કામગીરી પૂર્ણ થઇ અને બીજા એટલે કે આઈ-વે ફેઇઝ-2ની 22 કરોડના ખર્ચની કામગીરી ચાલુ છે. અટલ સરોવર યોજના ચાલુ છે, અન્ય પ્રોજેક્ટ હેઠળ 88 કરોડના ટેન્ડરની કામગીરી ચાલુ છે. તેના સિવાય પણ માસ્ટર પ્લાન ડેવલપમેન્ટ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને 24 બાય 7 વોટર સપ્લાય જેવા મહત્વના કામો પણ ચાલુ છે. ત્યારબાદ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ સ્માર્ટ સિટી સમિટ વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ સ્માર્ટ સિટી મિશનમાં પસંદગી પામ્યા બાદ શહેરનો ઝડપી વિકાસ થાય તે માટે એરિયા બેઇઝ્ડ ડેવલપમેન્ટ અને પાન સિટી સ્માર્ટ સોલ્યુશન હેઠળ પ્લાનિંગ કરેલું છે અને તેમાં સરકારશ્રી દ્વારા કુલ રૂ. 2623 કરોડ નું ફંડ મંજુર કરવામાં આવેલ છે. ભારતમાં સને-2020 સુધીમાં 100 સ્માર્ટ સિટીમાં ઈંઘઝ (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) આધારિત વિકાસ 15 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે.
સ્માર્ટ સિટી મિશનમાં ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સેવાઓ પર વિશેષ ભાર મુકવામાં આવેલ છે. એમાંય પાછું ઈન્ટરનેટના ઉપયોગ થકી ડિજિટલ માધ્યમથી ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું એકદમ સ્માર્ટ સંચાલન અને મુસાફરોને વધુ સારી સેવાઓ પુરી પાડવાનો અભિગમ અપનાવવામાં આવી રહયો છે ત્યારે આ સમિટમાં જુદા જુદા શહેરની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સેવાઓ વિશે માહિતીનું આદાનપ્રદાન થશે. ટીપી સ્કીમ મંજુર થયા બાદ રોડ-રસ્તા રીઝર્વેશન સહિતની કામગીરી હાથ ધરાશે સ્માર્ટ સિટી વેબસાઇટ, એરીયા બેઇઝ પ્લાન અને સોલાર પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચીંગ