ક્રોએશિયા; ધ જાયન્ટ કિલર!

  • ક્રોએશિયા; ધ જાયન્ટ કિલર!

સેમિફાઈનલમાં ક્રોએશિયાની જીતથી એક નવો રેકોર્ડ સર્જાયો
મોસ્કો તા.13
કોઈ પણ દેશને દુનિયામાં પોતાનો ડંકો વગાડવો હોય તો જરૂરી નથી કે એ ડંકો કોઈ મિસાઈલ ટેસ્ટથી જ વાગે. દુનિયાના મહાસત્તા દેશો ન માત્ર ઈકોનોમીના કારણેકે ન માત્ર ડેવલોપમેન્ટના કારણે, પરંતુ સ્પોર્ટ્સ જગતમાં પણ પોતાનો ડંકો વિશ્ર્વ ફલક પર વગાડે છે. એ પણ ચીન હોય અમેરિકા હોય કે રશિયા હોય,પરંતુ સ્પોર્ટ્સ એક એવું ફિલ્ડ છે જ્યાં તમે કેટલો મોટો દેશ છો એ નથી જોવાતું.
પરંતુ વિશ્ર્વના બાકીના દિગ્ગજ દેશોને પાછળ છોડો એટલે આપોઆપ તમારી નોંધ સમગ્ર વિશ્વ લેદક્ષિણ પૂર્વ પુરોપનો ક્રોએશિયા પણ એવો જ દેશ છે, જે અવકાશમાંથી તો ક્ષેત્રફળની દ્રષ્ટીએ એક ટપકા બરાબર પરંતુ આ દેશે ફિફા વર્લ્ડ કપમાં દિગ્ગજ દેશોની ટીમોની સફર પર ફુલસ્ટોપ લગાવી દીધું. અમદાવાદ કરતા પણ ઓછી વસ્તી ધરાવતા આ દેશનું નામ ફુટબોલ ઈતિહાસના પન્નાઓમાં સુવર્ણ અક્ષરોમાંથી લખાઈ ગયું છે એવું નથી કે અચાનક જ આ ટીમ વિશ્વકપમાં આવી ગઈ હોય અને ફાઈનલમાં પહોંચી હતી. બે દશકા જેટલો સમય લાગ્યો આ સ્ટેજ સુધી પહોંચતા 56 વર્ષ થયા ઈંગ્લેન્ડ જેવી ટીમ હજુ ફાઈનલમાં નથી પહોંચી શકી અને ઈંગ્લેન્ડને જ રોકી ક્રોએશિયાની આ ટીમ દુનિયાભરના ફૂટબોલ ફેન્સ માટે આઈડલ બની ગઈ છે.
એક ગોલ ઈંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર અને ક્રોએશિયા સંઘર્ષથી જીત અને અજેય રહી પહોંચી ફાઈનલમાં. માન્ઝુકીચના આ ગોલ સાથે એવો રેકોર્ડ પણ નોંધાઈ ગયો જે વિશ્વકપના 86 વર્ષના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય નથી બન્યું. કોઈ બે ટીમ સેમિફાઈનલમાં એક્ટ્રા ટાઈમમાં પહોંચી હોય અને ગેમ પેનલ્ટૂ શૂટઆઉટ નહીં. પરંતુ એક્સ્ટ્રા ટાઈમમાં જ પૂરી થઈ હોય.મેચની પાંચમી જ મીનિટ, ઈંગ્લેન્ડને ફ્રી કીક મળી.અને કેઈરન ટ્રીપીયરની આ ફ્રિક સાથે ઈંગ્લેન્ડ સમર્થકોમાં જશ્ન શરૂ થઈ ગયો. શરૂઆતમાં જ ઈંગ્લેન્ડનું આક્રમણ જેને ક્રોએશિયાને એક હાફ સુધી બેકફુટ પર રાખ્યું. ન તો મોડ્રીચને ગોલ કરવાનો મોકો મળ્યોન તો માન્ઝુકીને. પરંતુ જેવો હાફ બદલાયો. ક્રોએશિયા અલગ મૂડમાં આવી ગયું.અને ઇંગ્લેન્ડ દબાણમાં ક્રોએશિયાએ હિંમત ન હારી અને 69 મીનિટમાં આવ્યો બરારીનો ગોલપર્ચીચે વોકરને ચોંકાવી બરાબરીનો ગોલ કર્યો અને ફાઈનલની આશા ફરી જીવંત બની ગઈ. જેની ત્રણ મીનિટ બાદ ક્રોએશિયાને લીડ પણ મળી હોત.પરંતુ બોલ ગોલપોસ્ટને ટકરાયો.બંને હાફ પૂર્ણ થયાં અને એક્સ્ટ્રા ટાઈમમાં માન્ઝુકીએ વધુ એક એટેક કર્યો.
પરંતુ ઈંગ્લિશ ગોલકીપર પીંકફોડ સાથે અથડાયો અને ઈન્જર્ડ પણ થયો. પરંતુ આખરે 109મી મીનિટમાં માન્યુઝીએ તેના લાઈફના યાદગાર ગોલ સાથે ક્રોએશિયાને ડ્રીમ ફાઈનલની ટિકિટ અપાવી.