ભારતની એથ્લેટ હિમા દાસે રચ્યો ઈતિહાસ: વર્લ્ડU-20માં ગોલ્ડમેડલ

  • ભારતની એથ્લેટ હિમા દાસે રચ્યો  ઈતિહાસ: વર્લ્ડU-20માં ગોલ્ડમેડલ

ટેમ્પિયર (ફિનલેન્ડ) તા,13
ભારતીય એથલિટે ફરી એક વખત દેશનું નામ રોશન કર્યું છે. ભારતીય એથલિટ રનર હિમા દાસે ગુરૂવારે ઈતિહાસ રચતા એલએએએફ વર્લ્ડ અંડર-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટર ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ ટ્રેક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથલિટ બની છે.
18 વર્ષીય દાસે 51.46 સેક્ધડમાં 400 મીટરનું અંતર પાર કરીને ટોપનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ પૂર્વે દાસે બુધવારે સેમીફાઇનલમાં પણ 51.10 સેક્ધડનો સમય કાઢીને ટોપ કર્યું હતું. પહેલા રાઉન્ડમાં પણ તેમણે 52.25 સેક્ધડનો રેકોર્ડ સમયમાં અંતર કાપ્યું હતું.
અસમની રહેવાસી દાસે ભારતીય અંડર-20નો રેકોર્ડ 51.32 સમયમાં પુર્ણ કરતા એપ્રીલમાં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં છઠ્ઠુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદથી તે સતત પોતાનો સમય ઘટાડી રહ્યા છે. હાલમાં જ તેમણે આંતરરાજ્ય ચેમ્પિયનશીપમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ઇવેન્ટમાં તેણે 51.13 સેક્ધડમાં જ આટલુ અંતર પાર કર્યું હતું.