આઈપીએલને કારણે ક્રિકેટની મજામાં ભંગ પડ્યો: આર્થરટન

  • આઈપીએલને કારણે ક્રિકેટની મજામાં ભંગ પડ્યો: આર્થરટન

લંડન તા,13
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈ.પી.એલ.)એ યુવાન ખેલાડીઓને વધુ વિકલ્પ અને મોકા આપ્યા છે, પણ તેણે ક્રિકેટની રમતમાં ભંગ પાડ્યો છે, એમ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ આથર્ટનનું માનવું છે.ભારતના માજી સુકાની સૌરવ ગાંગુલીના પુસ્તકની બ્રિટનમાં વિમોચનવિધિના પ્રસંગે બોલતા આથર્ટને પોતાનો આવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આથર્ટને કહ્યું હતું કે ઈંગ્લેન્ડમાં હજી લોકો ટેસ્ટ ક્રિકેટને માને છે. ભારતમાં ટેસ્ટ મેચોમાં સ્ટેડિયમો ખાલી રહેતા હોય, પણ એ યાદ રાખવું રહ્યું કે તે મોટા કદના છે,એમ તેણે કહેતા ઉમેયુર્ં હતું કે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટ હંમેશાં સર્વોપરી હશે.