કોહલીએ પોતાની ચાહક ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ સુકાનીને ગિફ્ટ આપી

  • કોહલીએ પોતાની ચાહક ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ સુકાનીને ગિફ્ટ આપી

લંડન: તાજેતરમાં ભારતીય ટીમના વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલમાં માત આપીને વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમની એક મેમ્બરને વિરાટ કોહલીએ સ્પેશિયલ ગિફ્ટ આપી છે, જેને લઇને તે ખૂબ જ એક્સાઇટેડ છે. 26 વર્ષની આ મહિલા ક્રિકેટર ટ્વિટર પર આ વાત કહી છે. ઉલ્લેખનીય છે કે, આ એ જ ડેનિયલ વ્યાટ છે, જેને એક વખત ટ્વીટર પર વિરાટને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. ડેનિયલ વ્યાટ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમની દિગ્ગજ ક્રિકેટરમાંથી એક છે. વિરાટને લઇને ડેનિયલે 2014માં ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, કોહલી મેરી મી.!! વિરાટે ઇંગ્લેન્ડની ઑલરાઉન્ટર ડૈની વ્યાટને પોતાનું બેટ ગિફ્ટ કર્યુ છે. વ્યાટે ટ્વિટર પર લખ્યુ કે, આ અઠવાડિયાથી ટ્રેનિંગ ફરી શરૂ કરી. વિરાટનો આભાર માનતા કહ્યુ કે, આ ગિફ્ટનો યૂઝ કરવા માટે વધારે રાહ નહી જોઇ શકું. આ બેટની નીચે વિરાટ કોહલીનું નામ પણ લખ્યું છે. 26 વર્ષીય ડેનીએ ઇંગ્લેન્ડ માટે 53 વન ડે અને 70 ઝ-20 મેચ રમી છે. આ દરમિયાણ તેણે વનડેમાં 602 અને ઝ-20માં 488 રન કર્યા છે. વન ડેમાં તેણે 27 અને ટી-20માં 46 વિકેટ મેળવી છે.