રાધેશ્યામ ગૌશાળા દ્વારા કાલે અષાઢીબીજ મહોત્સવ ઉજવાશે

રાજકોટ તા,13
રાધેશ્યામ ગૌશાળા દ્વારા અષાઢ સુદ-2 (અષાઢી બીજ) મહોત્સવ ને શનીવારના રોજ ધામધુમથી વિવિધ કાર્યક્રમો કરી ઉજવવામાં આવશે જેમાં ભવ્ય શોભાયાત્રા રાધેશ્યામ ગૌશાળા તરફથી કાઢવામા આવશે અને જગન્નાથ મંદિર શોભાયાત્રામાં જોડાશે અને પર-ગજની ધજા ચડાવવામા આવશે અને સાંજે 7-00 કલાકે બટુક ભોજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામા આવેલુ છે. રાત્રે 9-00 કલાકે ભવ્ય સંતવાણી અને રામદેવપીરનો પાઠ રાખવામાં આવશે અને પાઠની પુર્ણાહુતી તા.15 ના વહેલી સવારે 5 કલાકે થશે તેમ યાદીમાં જવાણાયું છે.