પાન પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશમાં મ.ન.પા.ને ઝાપટુ’ય નડી ગયું !

  • પાન પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશમાં મ.ન.પા.ને ઝાપટુ’ય નડી ગયું !

રાજકોટ તા,13
પાન પ્લાસ્ટિક જપ્ત કરવાની મહાપાલિકાની ઝુંબેશને આજે જાણે વરસાદ નડી ગયો હતો ! એકમાત્ર વેસ્ટઝોન ખાતે પાન માવા પ્લાસ્ટીક જપ્ત કરવાની ઝુંબેશ રૂપે કામગીરી કરાઈ હતી.
પાનમાવા પ્લાસ્ટીક વાપરવા સામે પ્રતિબંધ હોવા છતાં વપરાતા હોવાથી વેસ્ટ ઝોન ખાતે આજે પાન માવાનું 7 કિલો પ્લાસ્ટિક કરાયું હતું. 28 દુકાનમાં તપાસ કરવામાં આવી હતી અને માત્ર રૂા.100 વહિવટી ચાર્જ વસુલ કરીને ટીમ પરત કરી હતી.
આ કામગીરી રાજકોટ મહાનગરપાલીકા ઈસ્ટ ઝોન નાયબ કમિશ્નર ગણાત્રાના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવરની દેખરેખમાં બે ટીમો મારફત મદદનીશ ઈજનેર ભાવેશ ખાંભલાની હાજરીમાં કરાઈ હતી.