ગંગા ફોર્જિંગ લિમિટેડનો શેર રૂા. 21.10/- ના ભાવે પર લિસ્ટ થયો

રાજકોટ: રાજકોટ  સ્થિત ગંગા ફોર્જિંગ લિમિટેડ 23,82,000 ઈકવિટી શેર ના આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફર) સાથે આવી હતી. આ ઈશ્યુ તા. 29 જૂન ના ખુલ્યો હતો અને તા. 03  જુલાઈ ના પૂરો થયો. કંપની નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) ઇમર્જ પર રૂ. 21.10 ના ભાવે લિસ્ટ થઈ છે. ગંગા ફોર્જિંગ લિમિટેડ ની સ્થાપના વર્ષ 1988 માં ગુજરાત માં થઇ હતી. કંપની ઓટોમોટિવ અને બિન-ઓટોમોટિવ ક્ષેત્ર માટે કલોસડ ડાઇ ફોર્જ્ડ ઉત્પાદનો બનાવે છે. ઓટોમોટિવ ક્ષેત્ર માં વ્યવસાયિક વાહન, પ્રવાસી વાહન, ત્રી-ચક્રીય વાહન અને ટ્રેક્ટર નો સમાવેશ થાય છે. બિન-ઓટોમોટિવ ક્ષેત્ર માં ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન, ડેરી (દુગ્ધાલય) સાધન નું ઉત્પાદન, કૃષિવિષયક, ગેર અને ગેર બોક્સ, ક્રેન્ક શાફ્ટ, કનેક્ટિંગ રોડ, ભારે એન્જીનીરીંગ ઔદ્યોગિક સાધન અને ફ્લેન્જ નો સમાવેશ થાય છે. કંપની પાસે પોતા ની પરીક્ષણ લેબોરેટરી છે જેમાં તેના ઉત્પાદનો ની ગુણવત્તા ની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે.