કાલે મંગલ મુહૂર્તધારી પાવનકારી અષાઢીબીજ

  • કાલે મંગલ મુહૂર્તધારી પાવનકારી અષાઢીબીજ

રાજકોટ તા.13
અષાઢી બીજ એટલે રથયાત્રાનું પર્વ દ્વારીકાપુરીમાં છપ્પન કોટી યાદવોમાં જગડા વ્યભિચાર વધવા લાગ્યા આથી યાદવો અંદરોઅંદર મૃત્યુ પામ્યા આથી ભગવાન શ્રીકૃષ્ણ સ્વધર્મે નિધનમ્ર શ્રેયના વિચાર સાથે સોમનાથ પાસે પીપળાના વૃક્ષ પાસે બેઠા તેમને પારધીએ વીંધી નાખ્યા. કૃષ્ણ ભગવાનની ચિતામાં બલભદ્ર અને સુભદ્રા પણ પડે છે. વરસાદના લીધે ત્રણેય શબ દરીયામાં જાય છે અને જગન્નાથપુરીના કાંઠે આવે છે ત્યાં રાજા શબને લઇ પાટાપીંડી કરી દર્શન માટે નગરયાત્રા કાઢે છે. આ દિવસ હતો અષાઢ સુદ બીજનો.
જેઠ વદ અમાસને શુક્રવાર તા.13-7-18 ના દિવસે સવારે 8.19 સુધી જ અમાસ છે. ત્યારબાદ અષાઢ સુદ એકમનો પ્રારંભ થઇ જાય છે. એકમ ક્ષય તિથિ છે. આથી શુક્રવારે સવારના 8.19 થી અષાઢી નવરાત્રીનો પ્રારંભ થશે. વર્ષમાં આવતી ચારેય નવરાત્રી વર્ષની ઋતુના બદલાવ સાથે મહત્વ ધરાવે છે તેમાં અષાઢી નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખાય છે. આ નવરાત્રીમાં શિવપાર્વતીની ઉપાસના ખુબ ફળદાઇ છે. તે ઉપરાંત દશમહાવિદ્યાની ઉપાસના આ નવરાત્રી દરમ્યાન ખુબ મહત્વ ધરાવે છે.
તે ઉપરાંત આ નવરાત્રીમાં કુળદેવીની ઉપાસના કરવી પણ ઉત્તમ છે. કુળદેવી માતાજીના આ નવરાત્રી દરમ્યાન દરરોજ જપ કરવાથી જીવનમાં યશ, માન, પ્રતિષ્ઠામાં વધારો થાય છે તે ઉપરાંત છુપા શત્રુઓ દુર થાય છે.
તે ઉપરાંત આ દિવસ કચ્છીનું નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ દિવસે લાખો ફુલાણી દેશવટેથી પાછો ફરે છે. આથી લોકો ઉત્સવ મનાવે છે અને કચ્છમાં આ દિવસ નવા વર્ષ તરીકે ઉજવાય છે.
આ દિવસે ખેડૂતો પોતાના ઓજારની પુજા કરે છે.
અષાઢી બીજના દિવસે શુભ કાર્યો કરવા ઉત્તમ ગણેલ છે.   શુભ મુહૂર્તોની યાદી
સવારે શુભ 7.પ3 થી 9.33
બપોરે ચલ 1ર.પ3 થી ર.33
બપોરે લાભ ર.33 થી 4.13
બપોરે અમૃત 4.13 થી પ.પ3
રાત્રે લાભ 7.33 થી 8.પ3
અભિજિત મુહૂર્ત બપોરે 1ર.ર6 થી 1.19
શાસ્ત્રી રાજદીપ જોશી