વિશ્ર્વશાંતિ, જીવદયા, અહિંસા અને ભાઈચારો ફેલાવનાર પૂ.દાદા જે.પી વાસવાણી

  • વિશ્ર્વશાંતિ, જીવદયા, અહિંસા અને ભાઈચારો ફેલાવનાર પૂ.દાદા જે.પી વાસવાણી

રાજકોટ તા,13
સાધુ વાસવાણી મિશન પુનાના આધ્યાત્મિક વડા પૂજય દાદા જે.પી. વાસવાણી ગઈકાલે સવારના 9:01 વાગ્યે બ્રહ્મલીન થયેલા છે. વિશ્ર્વસ્તરે શાંતિ, ભાઈચારાનો સંદેશ ફેલાવનાર તથા સેવા, સિમરન સાથે દીનદુ:ખીયોની સેવાના ભેખધારી તથા અબોલ પશુ-પક્ષીને પોતાના પરિવારના સભ્ય જ માનતા પરમ પૂજય દાદા જે.પી.વાસવાણી તારીખ 2 ઓગસ્ટ 2018 ના રોજ 100 વર્ષ પૂર્ણ કરવાના હતા. એવામાં આ સમાચાર પ્રાપ્ત થતા વિશ્ર્વભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વિશ્ર્વભરમાંથી દાદાના ભકતનો પ્રવાહ વૈશ્ર્વિક સંતના અંતિમ દર્શન માટે પુના સાધુ વાસવાણી મિશન તરફ વળી રહ્યો છે.
99 વર્ષની ઉમરે નવયુવકોને પણ શરમાવે એવી રીતે વિશ્ર્વશાંતિ, જીવદયા, અહિંસા અને ભાઈચારાનો સંદેશ નિરંતર અથાક ઉમંગથી, સંર્પૂણ સમય લોકકલ્યાણ, સુખાકારી અને શાંતિ માટે કાર્યરત રહેતા હતાં.
સાધુ વાસવાણી મિશન પુનાના આધ્યાત્મિક વડા, કેળવણીકાર, કવિ, લેખક, દર્શનિક, તત્વજ્ઞાની દાદા જે.પી.વાસવાણી પોતાના વિદ્યાર્થીના જીવનકાળ દરમિયાન ભણતરમાં ખૂબ જ હોશિયાર હોવાથી બે વાર ડબલ પ્રમોશન અને એકવાર ટ્રીપલ પ્રમોશનની પરીક્ષા સાથે ઉતીર્ણ કરી હતી. 17 વર્ષની નાની ઉંમરે ડી.જે.સિંઘ કોલેજ, બોમ્બે યુનિ.માંથી પ્રથમ શ્રેણીમાં પ્રથમ સ્થાને ઉતીર્ણ થયા અને ફેલોશીપ મેળવી હતી. તેઓ એવા પ્રથમ વિદ્યાર્થી હતા જેઓએ એમ.એસસી. ફિઝીકસ માં કરેલુ અને સી.વી.રામનના નેજા હેઠળ તેઓએ ‘સ્કટેરીંગ ઓફ એકસ-રેસ વીથ સોલીડ’ વિષય ઉપર મહાનિબંધથી ઉપાધી મેળવી છે. એટલે જ દાદા કહે છે કે શાળામાં દરેક વિષયને ઉંડાણથી સમજો અને શિસ્તબદ્ધ રહેશો તો તમારું ભાવી ઉજળુ બનશે.
વિશ્ર્વ સંમેલનમાં વિશ્ર્વશાંતિ પર ભાર આપતા વ્યાખ્યાનો આપનાર, એવા બહુપ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા અને ક્ષમાશીલતાનાં પ્રતીક સમાન દાદ જે.પી.વાસવાણીનો તા.રજી ઓગસ્ટના 99મો જન્મદિન: ‘આનંદમય પળ’ તરીકે ઉજવામાં આવ્યો હતો. આ સાથે વિશ્ર્વશાંતિ માટે દાદાએ સુંદર સૂત્ર આપ્યુ હતુ કે ‘ નથીંગ બટ લવ’
સાધુ વાસવાણી સેન્ટરની રાજકોટ શાખા દ્વારા સાધુ વાસવાણી સ્કુલ-ગાયકવાડી માર્ગ પર આવેલ સાધુ વાસવાણી ક્ધયા શાળા દ્વારા દાદાજીના પાઠ્યપુસ્તક કેળવણી સાથે ઉચ્ચ મૂલ્યોનું વિદ્યાર્થી ગણમાં બીજ રોપવાનું કાર્ય થાય છે.