બેંગલુરુમાં 31 ઓગસ્ટ-2 સપ્ટેમ્બર સુધી એક્સ્પોનું આયોજને

રાજકોટ તા,13
ગાર્ડન સીટી તરીકે ઓળખાતા બેંગલુરુ શહેરમાં આગામી 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 2018 સુધી આયોજન કરવામાં આવી રહ્યો છે મેગા શો એચઆરસી એક્સ્પો 2018 જેમાં હોટલ, રેસ્ટોરંટ અને કેટરિંગ સેક્ટર્સ માટે શાનદાર અવસરોનું આયોજન કરવામાં આવ્યું છે. એચઆરસી એક્સ્પો 2018 એકમાત્ર શો છે જે આ ક્ષેત્રના હુનર, ઉપકરણો અને તકનીકો એક સાથે લાવશે. આનો એકમાત્ર ઉદ્દેશ્ય આતિથ્ય સત્કાર, રસોઈ શૈલી અને સંબંધિત ઉત્પાદનો સહીત આ ક્ષેત્ર સાથે જોડાયેલી તમામ ચીજો નું સંગમ એક જગ્યાએ કરવાનો છે. રાજસ્થાન અને ગુજરાત ના કારીગરો, શિલ્પકારો અને વેપારીઓ માટે આ એક મોટો અવસર છે જે ઉત્કૃષ્ટ પારંપરિક ફેબ્રિકસ, લીનન, સ્ટીલ કટલરી અને અપ્હોલ્ડસ્ટરી સામાનો ની સમૃદ્ધ ધરોહર આનંદ માણે છે.
એચઆરસી એક્સ્પો 2018ની યજમાનીના સમર્થન વિષે મીડિયા ટુડે ગ્રુપ ના મુખ્ય સંયોજક શ્રી જફર નકવી એ કહ્યું, એક જબરદસ્ત ઉન્નતી નોંધાવીને અને 2030 સુધી વૈશ્વિક સ્તર પર મુખ્ય પાંચ ટ્રાવેલ માર્કેટમાં શામેલ થવા માટે તૈયાર, ભારત તેના આતિથ્ય અને પર્યટન ઉદ્યોગ દેશમાં સેવા ક્ષેત્રના વિકાસના પ્રમુખ સંચાલકોમાંથી એક તરીકે આગળ આવ્યું છે.