ડીપ્લોમાં સેમે.4ના પરીણામમાં રાજકોટની લાભુભાઇ કોલેજ પ્રથમ

રાજકોટ તા.13
જીટીયુ દ્વારા ગઇકાલે જાહેર થયેલ ચોથા સેમેસ્ટરના પરીણામમાં રાજકોટની લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ એસપીઆઇ મુજબ સમગ્ર જીટીયુમાં ચોથા ક્રમે અને રાજકોટ શહેરમાં પ્રથમ ક્રમાંકે આવેલ છે. જીટીયુ દ્વારા જાહેર કરાયેલ ટોપ ટેનમાં લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજનાં સિવિલ એન્જીનીયરીંગના બે વિદ્યાર્થીઓ ખોયાની સંકેત અને ધરજીયા સનીએ 10 માંથી 10 એસપીઆઇ લઇ ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. સાથે સાથે રાજકોટ ઝોન ઓવરઓલ પરીણામમાં બીજા નંબરે આવેલ છે. જે સુચવે છે કે રાજકોટનું શિક્ષણ વિદ્યાનગર, વડોદરા અને સુરત કરતા પણ વધારે સારું છે. સંસ્થાનું નામ ટકાવારી
ટોલાની ફાઉન્ડેશન 84
કલ્યાણ પોલીટેકનીક 69
ટી.એફ.ગાંધીધામ પોલીટેકનીક, આદિપુર 63
શ્રી લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ, 62.5
સરકારી પોલીટેકનીક, જામનગર 62.2
બાલાજી એન્જીનીયરીંગ, જૂનાગઢ 61.9
નોબેલ એન્જીનીયરીંગ, જૂનાગઢ 61.1
સરકારી પોલીટેકનીક, પોરબંદર 60.5
સરકારી પોલીટેકનીક, જૂનાગઢ 60.4
સુરજ મુછાળા પોલીટેકનીક, ગોંડલ 60