મેડિકલ પ્રવેશ: હાઉસફુલ પ્રથમ રાઉન્ડ પછી ફી ભરવામાં પાટિયા ડૂલ!

  • મેડિકલ પ્રવેશ: હાઉસફુલ પ્રથમ રાઉન્ડ પછી ફી ભરવામાં પાટિયા ડૂલ!


રાજકોટ તા,13
પ્રથમ રાઉન્ડને અંતે મેડિકલ-ડેન્ટલમાં 988 બેઠક ખાલી રહી હોવાથી બીજો રાઉન્ડ ખોરવાય તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતા બોગસ ડોમિસાઈલ સર્ટીની શંકા મજબૂત બની છે. મડિકલ-ડેન્ટલમાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. પ્રથમ રાઉન્ડના અંતે 988 બેઠકો ખાલી પડી છે, જેમાં મેડિકલની 245 અને ડેન્ટલની 743 બેઠકો છે. મેડિકલમાં તો સરકારી અને ખાનગી કોલેજોની મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતા અને વિદ્યાર્થીઓએ ફી ન ભરી રીપોર્ટિંગ ન કરાવતા અને પ્રવેશ ન લેતા હવે બોગસ ડોમિસાઈલ સર્ટી નિકળ્યા હોવાની શંકા મજબૂત બની રહી છે.
રાજ્યમાં આવેલી સરકારી મેડિકલ તથા ડેન્ટલ કોલેજોમાં 85 ટકા બેઠકો અને ખાનગી કોલેજોમાં 75 ટકા બેઠકો સાથે 4700થી વધુ બેઠકોમાં પ્રવેશ માટેની પ્રવેશ સમિતિની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રથમ રાઉન્ડના સીટ એલોટમેન્ટમા તમામ બેઠકો પર પ્રવેશ ફાળવાયો હતો.આ વર્ષે 25 હજારથી વધુના રજિસ્ટ્રેશન સામે મેરિટમાં 20755 વિદ્યાર્થી હતા. આમ બેઠક કરતા વિદ્યાર્થી ચાર ગણા વધુ હોઈ પ્રવેશ માટે ભારે ધસારો હોવાથી પ્રથમ રાઉન્ડમાં સીટ એલોટમેન્ટમાં એક પણ બેઠક ખાલી રહી ન હતી.પરતુ એલોટમેન્ટ બાદ ફી ભરવાની અને રીપોર્ટિંગ કરવાની પ્રક્રિયામાં અનેક વિદ્યાર્થીઓએ ફી ન ભરી તેમજ રીપોર્ટિગ ન કરી પ્રવેશ ક્ધફર્મ ન કરાવતા હાલ પ્રથમ રાઉન્ડને અંતે 988 બેઠકો ખાલી રહી છે.
મહત્વનું છે કે સરકારી કોલેજોમાં ટોપ ગણાતી બી.જે.મેડિકલમાં 12 તેમજ ભાવનગર અને રાજકોટ મેડિકલ કોલેજમાં 1 -1 અને બરોડા મેડિકલ કોલેજોમાં 2 બેઠકો સાથે સરકારીની 16 બેઠકો ખાલી રહી છે.જ્યારે ખાનગી કોલેજોમાં એનએચએલની 12 તેમજ મોટા ભાગની જીએમઈઆરએસ મેડિકલ કોલેજોમાં બેઠકો ખાલી છે. જ્યારે સૌથી વધુ પારૃલ મેડિકલ કોલેજમાં 44 બેઠકો ખાલી છે.સરકારી કોલેજોમાં તો હાયર મેરિટના વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ લેતા બેઠકો ખાલી રહી છે પરંતુ ખાનગી કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા ઉપરાંત જનરલ ક્વોટામાં બેઠકો ખાલી રહેતા બોગસ ડોમિસાઈલ સર્ટી મોટી સંખ્યામાં નીકળ્યા હોવાની શંકા મજબૂત બની રહી છે.