ગાંધીધામના આતંકીના સાગરીતને પકડી દુબઈએ પાકિસ્તાનને સોપ્યો

ગાંધીધામ,તા.13
મહારાષ્ટ્ર એટીએસએ બે મહિના અગાઉ જોગેશ્ર્વીરીથી ફૈજલ નામના આતંકીને ઝડપી પાડયો હતો. ત્યારબાદ ગાંધીધામથી અલ્લારખા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બંન્નેનો સાગરીત ફારૂખ દેવાડીવાલા દુબઈથી ઝડપાયો હતો, પરંતુ દુબઈ પોલીસે ભારત સાથે દગો કરીને ઝડપાયેલા શખ્સને પાકિસ્તાનના હવાલે કર્યો છે.
ડી કંપની સાથે સામેલ ફારૂખ દેવાડીવાલા દોઢ દાયકા પુર્વે બીજેપી નેતા હરેન પંડયાની હત્યાનાં પ્લાનમા સામેલ હતો.ફારૂખ માત્ર ડી કંપની માટે જ નહી પણ પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ માટ પણ કામ કરતો હતો. તેના બે સાગરીત ફૈજલ (જોગેશ્ર્વરી) અને અલ્લારખા (ગાંધીધામ) ને મહારાષ્ટ્ર એટીએસએ અગાઉ જ ઝડપી પાડયા હતા.તો ફારૂખને ભારતીય એજન્સીની મદદથી દુબઈ પોલીસે પકડી પાડયો હતો. પરંતુ ફારૂકને આઈએસઆઈએ પાકિસ્તાની જણાવીને જેલમાંથી છોડાવી પાકિસ્તાન મોકલી આપ્યો છે. તેની સાથે મોહમદ અલી રોડ ઉપર જીમ ધરાવતો તેનો સાથી સૈમ પણ પાકિસ્તાન પહોંચી ગયો છે.
સુત્રોએ જણાવ્યુ હતું કે ટ્રેનીંગ કેમ્પમાં રેલ્વે ટ્રેક બનાવવામા આવ્યો હતો. જયાં અલગ અલગ ઈટો પર કેમિકલ લગાડીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
આ રીતે ફૈજલને ટ્રેનની પટરી પર ટ્રેન આવે ત્યારે કઈ રીતે બ્લાસ્ટ કરવુ તેની તાલીમ અપાઈ હતી. તો ગાંધીધામનો આતંકી અલ્લારખા ડ્રાઈવર હોવાથી તેને વિસ્ફોટકો અને હથિયારો પહોચાડવાનું કામ
સોપાંયુ હતુ.
ત્યારે દેવાડીવાલાને પાકિસ્તાને પનાહ આપતા ભારતીય એજન્સીઓની તપાસ અવરોધવાની સાથે તેમની મુશ્કેલી પણ વધી ગઈ છે.