બેંગ્લુરૂમાં બે વિમાનો એકબીજા સાથે ટકરાતા રહી ગયા, 328 પ્રવાસી બચ્યાં

બેંગ્લુરૂ,તા.13
બેગલુરુ એર બેઝ ખાતે ઈન્ડિગોના બે વિમાન એટલાં એકબીજાની નજીક આવી ગયા હતા કે ટકરાત સહેજમાં બચી ગયા. બંવે વચ્ચે એટલું અંતર ઓછું હતું કે ટક્કર થાતનો તેમાં બેઠેલા તમામ
મુસાફરો કાળનો કોળિયો થઈ ગયા હતા. જો કે પાઈલોટની સમયસૂચકતાથી આ મોટી હોનારાત ટળી ગઈ હતી. આ ઘટના 10 જુલાઈએ બની હતી..
ઈન્ડિગોના જણાવ્યાં મુજબ હૈદરાબાદની ફ્લાઈટમાં લગભગ 162 મુસાફરો હતાં. જ્યારે કોચ્ચીની ફ્લાઈટમાં લગભગ 166 મુસાફરો હતાં. બંને વિમાનો વચ્ચે અંતર માત્ર 200 ફૂટનું હતું. વિમાનની ટક્કર પહેલા ટ્રાફિક કોલિઝન એવોયડેન્સ સિસ્ટમના એલાર્મથી દુર્ઘટના
ટળી ગઈ.
રિપોર્ટ મુજબ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બોર્ડે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે 10 જુલાઈના રોજ બેંગ્લુરુ એરબેઝ પરથી ઉડાન ભરી રહેલી ઈન્ડિગોની કોઈમ્બતુરથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટ 6ઈ 779 અને બેંગ્લુરુથી કોચ્ચી જઈ રહેલી ફ્લાઈટ 6ઈ 6505 વચ્ચે ટક્કર થતા થતા રહી ગઈ.