ટીપીની જમીનનું 10 વર્ષમાં સંપાદન નહીં થાય તો રીઝર્વેશન થશે રદ

  • ટીપીની જમીનનું 10 વર્ષમાં સંપાદન નહીં થાય તો રીઝર્વેશન થશે રદ

 1986 માં રીઝર્વ કરાયેલી જમીનનું સંપાદન ન થતાં હાઇકોર્ટે રીઝર્વેશન રદ કર્યુ
રાજકોટ તા.13
રાજ્ય સરકારનાં ડેવલપમેન્ટ પ્લાન કે ટાઉન પ્લાનીંગ યોજનાઓ માટે અબાધિકા કરવામાં આવેલી જમીન જો 10 વર્ષનાં સમયગાળામાં સંપાદિત કરવામાં ન આવે તો તેનું રીઝર્વેશન કેન્સલ થઇ જશે તેવો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત હાઇકોર્ટ સંભાળ્યો છે. સુડાની જમીન માટે આપેલા ચુકાદાથી રાજ્યની દરેક મહાનગરપાલીકાની રીઝર્વ કરેલી જમીન પર તેની અસર થશે.
સરકારના ડેવલોપમેન્ટ પ્લાન કે ટાઉન પ્લાનિંગ સ્કીમ(ટી.પી.) હેઠળ જમીન રિઝર્વ કર્યા પછીના દસ વર્ષના સમયગાળામાં જો જમીનનું સંપાદન નહીં કરવામાં આવે તો તે રિઝર્વેશન રદબાતલ થશે અને તેવો આદેશ આજે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ એમ.પંચોલીની ખંડપીઠે આપ્યો છે. કેસની વિગત એવી છે કે રાજ્ય સરકાર તેમજ સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી(સુડા) તેમના વિવિધ ડેવલોપમેન્ટ પ્લાન તેમજ ટી.પી. સ્કીમમાં સુરતના પલાસણામાં એક જમીન ગુજરાત હાઉસિંહ બોર્ડ માટે રિઝર્વ રાખતી હતી. વર્ષ 1986થી આ જમીનને હાઉસિંગ બોર્ડ માટે રિઝર્વ રાખવામાં આવતી હતી પરંતુ હાઉસિંહ બોર્ડ આ જમીનનું સંપાદન નહોતું કરતું. વર્ષ 2008માં આ જમીન એક વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવી હતી અને જમીનિા ઝોનિંગ સર્ટિફિકેટ મેળવવા સમયે તેને જાણ થઈ કે આ જમીન હાઉસિંગ બોર્ડ માટે અનામત રાખવામાં આવી છે, પરંતુ તેનું સંપાદન કરવામાં આવ્યું નથી. તેથી આ માલિકે ગુજરાત હાઈકોર્ટમાં હાઉસિંગ બોર્ડનું રિઝર્વેશન રદ કરવા પીટિશન કરી હતી અને ઓક્ટોબર-2017માં જસ્ટિસ એન.વી. અંજારિયાએ ચુકાદો આપ્યો હતો કે જમીન રિઝર્વ રાખ્યાને 10 વર્ષ ઉપરનો સમયગાળો વીત્યા છતાં તેને સંપાદિત ન કરાતા હવે હાઉસિંહ બોર્ડનો આ જમીન પર અધિકાર રહેતો નથી. ત્યારબાદ હાઉસિંગ બોર્ડે ડિવીઝન બેંચ સમક્ષ અપીલ કરી હતી, જેમાં ડિવીઝન બેંચે પણ સિંગલ જજના હુકને યોગ્ય
ઠેરવ્યો છે.